અમેરિકા અમેરિકા માં કોરોનાવાયરસ નો કહેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યાં અત્યાર સુધી કોરોનાવાયરસ થી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે જગત ગુરુ અમેરિકા હવે દુનિયા પાસે મદદની ભીખ માંગી રહ્યું છે. ભારત કોરોનાના સંક્રમણ ને રોકવા સક્ષમ એવી હાઈડ્રોકસીક્લોરીન નું મોટું ઉત્પાદક છે. જેને લઈને દુનિયા ભરમાં માંગ વધી છે. પરંતુ ભારતમાં પુરવઠાને પહોચી વળવા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવેલો છે.
I spoke to him (PM Modi), Sunday morning & I said we appreciate it that you are allowing our supply (of Hydroxychloroquine) to come out, if he doesn’t allow it to come out, that would be okay, but of course, there may be retaliation, why wouldn’t there be?: US Pres Donald Trump pic.twitter.com/kntAqATp4J
— ANI (@ANI) April 6, 2020
આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે કોરોનાના ઇલાજમાં ઉપયોગમાં થઇ રહેલ મલેરિયાની દવા hydroxychloroquine હાઈડ્રોકસીક્લોરીન ના નિકાસ પર લગાવેલી રોકને હટાવવાની માંગણી કરી છે.
ટ્રમ્પે મીડિયાને સંબોધતા કહ્યું કે, રવિવારે મેં મોદીને યુ.એસ.એ. ની મદદ માટે જથ્થાબંધ હાઈડ્રોક્લોરોકિન નિકાસ કરવા વિનંતી કરી છે. જો તે આવું કરવા તૈયાર નથી તો મને આશ્ચર્ય થશે. પરંતુ જો તે નિકાસ ન કરે, તો તે સારું છે, પરંતુ બદલો લેવામાં આવશે, અને કેમ નહીં?
તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું છે કે જો ભારત તમે આ દવા સપ્લાય નહીં કરે તો અમે તેની વિરુદ્ધ કડક વલણ અપનાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news