સુરત (Surat): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરના મુગલીસરા આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં એક પિતા અને બે દીકરા એમ ત્રણ લોકોએ આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કર્યો હતો. કાર હટાવવાનું કહેતા પિતા અને તેના બે પુત્રોને આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી સાથે માથાકૂટ થતા ટ્રસ્ટીને ઢીકા-મુક્કા અને લાકડાના દંડાથી માર માર્યો હતો. જેથી પિતા અને બે પુત્રો સામે ગુનો નોધવામાં આવ્યો છે.
સુરત/ આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં 3 લોકોએ શાળાના ટ્રસ્ટી પર કર્યો જીવલેણ હુમલો#હુમલો #surat #IPMissionSchool #gujarat #viral #video #WATCH #news #trishulnews pic.twitter.com/m9Mnz1GK3K
— Trishul News (@TrishulNews) April 6, 2023
મળેલી માહિતી અનુસાર આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી એડિશન ખાનકર પોતાની કાર લઈ બોયઝ સ્કૂલના કમ્પાઉન્ડમાં સમાજની મિટિંગમાં આવ્યા હતા તે સમયે એક કાર વચ્ચોવચ્ચ મુકી હતી. તેથી આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટીએ સર્વિસ સ્ટેશન ચલાવતા સાહીદને કમ્પાઉન્ડમાંથી કાર હટાવવા કહેતા માથાકૂટ થઈ હતી. આ વાતમાં માથાકૂટ થતા જોતજોતામાં આરોપીઓ દોડીને આવ્યા અને ટ્રસ્ટી એડીશન ખાનકર પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડ નજીક જ સાહીદ નાલબંધ સર્વિસ સ્ટેશન ચાલી રહ્યું છે. ત્યાં જે પણ ગાડી સર્વિસ માટે આવે છે તે ગાડી સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક ક્રરે છે. આ બાબતે તેને એક થી બે વાર નોટિસ પણ આપી હતી અને આ મિલકતને લઈ કોર્ટમાં વિવાદ પણ ચાલી રહ્યો છે. મળેલી માહિતી અનુસાર ટ્રસ્ટીએ લાલગેટ પોલીસમાં અગાઉ એક વાર અરજી કરતા પોલીસે બાપ અને દિકરા સામે અટકાયતી પગલાં પણ ભર્યા હતા.
અદાવતમાં સાહીદ નાલબંધ અને તેનો પુત્ર સેબાન નાલબંધ અને ફૈઝાન નાલબંધએ આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં ટ્રસ્ટીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.