સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે અમેઠી મા આવેલ હરીહરપુર ગામમાં લોકોએ સ્મૃતિ ઈરાનીનો ચંપલ બતાવીને વિરોધ પ્રદર્શિત કર્યો છે અને કહ્યું છે કે મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઈરાની પોતાનું સરનામું આપે તો અમે બુટ ચપ્પલ તેના ઘરે મોકલી આપીશું. જણાવી દઇએ કે સ્મૃતિ ઈરાની એ આ ગામના લોકોને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે ગામ લોકો રોષે ભરાયા છે.
જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલા નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભડકી ગઈ હતી. એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોને બુટ ચંપલ વેચીને રાહુલ ગાંધીનું નહીં પરંતુ જનતાનું અપમાન કરી રહી છે.
Trishul News ની ટિમ દ્વારા જયારે આ બાબતે તપાસ કરવામાં આવી જેમાં એક વિડીયો મળ્યો છે જેમાં અમુક કોંગ્રેસી કાર્યકરો ગામવાસીઓને ચપ્પલ અને બુટ હાથમાં આપીને વિરોધ કરતા હોય તેવી મુદ્રામાં ઉભા રાખીને ફોટો લઇ રહ્યા છે. આમ હકીકત સામે આવી છે કે સ્મૃતિ ઈરાનીનો કથિત વિરોધ નકલી હોવાનું સામે આવ્યું છે.