સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા બેઠા થઇ જશે.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી એક મહિલા મોતના મુખમાં જતી જતી બચી ગઈ. ખરેખર, એવું બન્યું કે મહિલા ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. આ દરમિયાન ત્યાં હાજર લોકો અને RPF ના જવાનોએ મહિલાને બહાર કાઢી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Madhya Pradesh: Fellow passengers saved the life of a woman in Indore who was trying to board a moving train, yesterday.
(Video source: Railway Protection Force, Indore) pic.twitter.com/0HgbYLrnwq
— ANI (@ANI) August 19, 2021
વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે મહિલા ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી છે. પછી જલ્દી તે ટ્રેનમાં પગ મૂકે છે અને તેનો પગ લપસી જાય છે અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી જાય છે. મળતી માહિતી મુજબ, મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઈન્દોરથી ઉદયપુર જઈ રહી હતી. મહિલાને આવવામાં મોડું થયું હતું. જ્યારે ટ્રેન સમયસર પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી.
ટ્રેનમાંથી મહિલાનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે જ અટવાઈ ગઈ હતી અને આજુબાજુના લોકો અને પોલીસ તેમની મદદે દોડી આવી હતી. આ વિડીઓ જોઇને તમારે પણ સીખ લેવી જોઈએ કે, ક્યારેય પણ શરુ ટ્રેન પર ચડવું ન જોઈએ જે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.