એક અત્યંત દુ:ખદ અનેભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. તુર્કી (Turkey) ના ગાઝિયનટાપ શહેરમાં શનિવારે એક કાર પલટી ગઈ હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. કાર અકસ્માતમાં ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને એમ્બ્યુલન્સમાં ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.
પોલીસકર્મીઓ અને ડોક્ટરો પણ કચડાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસકર્મીઓ અને મેડિકલ ટીમે કારમાં બેઠેલા લોકોને બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. ઘટનાસ્થળે અનેક લોકો હાજર હતા. તે જ સમયે દૂરથી આવી રહેલી વાદળી રંગની બસ બેકાબૂ બની હતી.
Major car accident in Turkey.
In the province of Mardin, the brakes of a truck broke: the car crashed into a crowd of people, and then into a cafe building.
According to preliminary data, 16 people were killed and 30 injured. pic.twitter.com/VSvPINU4rv
— 301 Military (@301military) August 20, 2022
વીડિયો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે શું થયું હશે. આ બસ લોકોને કચડીને ચાલી હતી. અત્યાર સુધીમાં 34 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 29 લોકો ઘાયલ હોવાનું ક હેવાય છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.