જામનગરમાં વરસાદે સર્જી તારાજી: 100થી વધુ વૃક્ષો ધરાશાયી, કાચા-પાકા મકાનો ક્ષતિગ્રસ્ત- જુઓ તબાહીના ભયંકર દ્રશ્યો

જામનગર(ગુજરાત): હાલમાં રાજ્યમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન જામનગર જિલ્લામાં શનિવારે સર્વત્ર મેઘ મહેર સાથે પવનનો કહેર પણ જોવા મળ્યો હતો. એકંદરે સરેરાશ રાત્રે 8 વાગ્યા સુધીમાં દિવસ દરમ્યાન અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જાણવા મળ્યું છે કે, જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદના આગમનને લઇને અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત, શહેરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર પણ છે. અનેક વિસ્તારમાં વીજ લાઈનોને અસર પહોંચી છે અને મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

જામનગર જિલ્લામાં વરસાદની તોફાની ઇનિંગ્સની શરૂઆત થઇ ચૂકી છે. જામનગર જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા સુધીના શનિવારે પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જામજોધપુર પંથકમાં સૌથી વધુ 74 મિમી, જામનગરમાં 63 મિમી, ધ્રોલ પંથકમાં 42 મિમી, લાલપુર પંથકમાં 33 મિમી, કાલાવડ પંથકમાં 32 મિમી અને જોડિયા પંથકમાં પણ 5 મિમી વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરના ફાયર કંટ્રોલરૂમને 150થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના ફોન કોલ્સ આવ્યા હતા. આ ઉપરાંત, શહેરના અનેક વિસ્તારોમાં કાચા-પાકા બાંધકામના પતરા તેમજ નળીયા ઉડયા હતા. જામનગર શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે ટાઉનહોલ વિસ્તાર, જોલી બંગલા વિસ્તાર, સત્યમ કોલોની વિસ્તાર, લાખોટા તળાવની પાળ અને પટેલ કોલોની મેઇન રોડ ઉપર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, વીજ વાયરો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા જેથી મોડે સુધી જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. આ દરમિયાન, જામનગર શહેરમાં સૌ પ્રથમ વરસાદે વીજ વિભાગ અને મહાનગરપાલિકાના પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *