અજાણ્યા વાહને બાઈક પર જઈ રહેલા ભાજપના બે નેતાઓ હવામાં ફંગોળ્યા, સારવાર દરમિયાન મોત

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના જાલૌન(Jalaun) જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident)માં બાઇક પર સવાર ભાજપ(BJP)ના બે નેતાઓના મોત થયા હતા. બાઇક પર સવાર ભાજપના બંને નેતાઓ કોઇ…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના જાલૌન(Jalaun) જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident)માં બાઇક પર સવાર ભાજપ(BJP)ના બે નેતાઓના મોત થયા હતા. બાઇક પર સવાર ભાજપના બંને નેતાઓ કોઇ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જાલૌન ઓરાઈ હાઈવે(Orai Highway) પર ભીથરા પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી.

ટક્કરના કારણે બાઇક સવાર ફંગોળાઈને નીચે પડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા.

અધિક પોલીસ અધિક્ષક અસીમ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઓરાઈ કોતવાલી વિસ્તારના સલાબાદ ગામમાં રહેતા પૂર્વ બીજેપી ક્ષેત્ર પંચાયત સભ્ય આનંદ મોહન ચતુર્વેદી (43) તેના પાર્ટનર અને બીજેપી નેતા દેવેશ કુમાર પટેલ (45) સાથે ભીટારા પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં આયોજિત થયેલા સમારોહમાં હતા. સમારોહમાં હાજરી આપવા ગયા હતા.

સમારોહમાં હાજરી આપ્યા બાદ બંને મોડીરાત્રે બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ભીટારાથી નીકળ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા.

અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

અધિક પોલીસ અધિક્ષક અસીમ ચૌધરીએ જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરથી બે લોકોના મોત થયા છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ દ્વારા વાહન શોધવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગોતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *