ભાવનગરના આ ગામે પિતાની સામે જ નદીમાં નહાવા પડેલા બંને પુત્રોના પાણીમાં ડૂબ્યા

રાજ્યમાં મેઘરાજાએ વરસાદનો ધરવ કરી દીધો છે.હાલ રાજ્યમાં વરસાદના કારણે બધા ચેકડેમો સહીત મોટા મોટા ડેમો ફૂલ ભરાઈ ગયા છે. આવા સમય વચ્ચે ભાવનગરમાં એક ઘટના બની છે. ભાવનગર જીલ્લાના સાંકડાસર ગામના રહેવાસી અને વર્ષોથી સિદસર ગામે રહેતા કાંતિભાઈ રમણા પોતાના બે દિકરા હતા. જેમના પહેલાનું નામ હર્ષ રમણા ( ઉંમર વર્ષ 15) અને બીજા પુત્રનું નામ આનંદ રમણા (ઉંમર વર્ષ 10) હતું.

કાંતિભાઈ તેના બંને પુત્રોને લઈને નદીમાં ન્હાવા માટે ગયા હતા. ગામના ક્રિકેટ મેદાન પર ગયા બાદ શામપરા રોડ પર માલેશ્રી નદીમાં પિતા સાથે બંને પુત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ તેઓને ક્યાં ખબર હતી આવનારી થોડી જ ક્ષણોમાં તેમના જીવ જોખમમાં મુકાવવાના છે. અને અચાનક આનંદ અને હર્ષનો પગ લપસતા બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા અને પિતા કાંતિભાઈએ બંને પુત્રોને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ પિતાની નજરની સામે જ બંને પુત્રોએ જીવ આપી દીધા અને કાંતિભાઈ તેઓને બચાવવા ઘણા પ્રયાસો કરવા છતાં તેમના દીકરાઓના જીવ ના બચાવી શક્યા.

બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અકસ્માતના ધોરણે પગ લપસી જતા બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં ડૂબી જતાં સગા બે ભાઈઓને પાણી માંથી બહાર કાઢી ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા તેમના પરિવારમાં દુઃખનો માહોલ જામ્યો હતો.

કાંતિભાઈ ફ્રીઝ અને એસી રિપેરિંગનું કામ કરે છે…
કાંતિભાઈ રમણા ફ્રીઝ અને એસી રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કાન્તીભાઈ સામાન્ય ઘરના વ્યક્તિ હતા. અને પોતાના બંને દીકરાને ખોઈ બેસતા તેઓના માથે દુખના કાળા વાદળો છવાયા હતા. હર્ષ અને આનંદના મોત થતાં સિદસર અને પાલિવાળ બ્રહ્મસમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. એકસાથે બે ભાઈઓના મોત થતા નાનકડા ગામમાં ચારેતરફ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *