હિંમતનગર(ગુજરાત): ગુરુવારે બપોરે વિજયનગરના સારોલીમાં પેટ્રોલપંપ અને પુલ વચ્ચે બાઇક અને કારનું ગંભીર અકસ્માત થતા સારોલીના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ અને યુવકને સારવાર માટે હિંમતનગર લઇ જવામાં આવી રહ્યા ત્યારે રસ્તામાં જ એક યુવકે દમ તોડ્યો હતો. વિજયનગર પીએસઆઇને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. સારોલીના બલાત પરિવારના 2 પિતરાઇ ભાઇઓના મોતથી સારોલીમાં શોકનો માહોલ છવાયો હતો.
ગુરુવારે બપોરે સવા એક વાગ્યાની આસપાસ સારોલીના પિતરાઈ ભાઈઓ દિપકકુમાર પ્રભુદાસ બલાત અને અંકિતકુમાર કાંતિલાલ બલાત બાઈક લઈ વિજયનગર બજારમાં કામ પૂરું કરી ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે સારોલી પેટ્રોલપંપ અને પુલ વચ્ચે ઇડર તરફથી આવતી કાર સાથે બાઈક અથડાતા દિપકકુમાર પ્રભુદાસ બલાત અને અંકિતકુમાર કાંતિલાલ બલાત 10 ફૂટ દુર ફંગોળાને પડ્યા હતા.
જેમાં દિપક પ્રભુદાસ બલાતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઘાયલ અંકિતને વિજયનગરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હાલત હજુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવા દરમિયાન અંકિતે વિજયનગર નજીક જ રસ્તામાં જ દમ તોડ્યો હતો. પોલીસે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં બન્નેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસમાં જમાદાર જવાનસિંહે જણાવ્યું હતું કે, આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.