ગુજરાત વરસાદની આગાહી(Gujarat Rain Forecast): એક બાજુ ગુજરાતીઓ સતત ગરમીથી પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ ભર ઉનાળે કેટલા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કાળજાળ ગરમી વચ્ચે વરસાદ(Rain forecast) ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલે કે માવઠાની આગાહી(Mawtha forecast) કરવામાં આવી છે.
જો વાત કરવામાં આવે તો કાળજાળ ગરમી વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી રહી છે. એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના ડાંગ તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પણ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે વાત કરવામાં આવે તો બુધવારના રોજ રાજ્યના સાત જિલ્લામાં આવતું પડ્યું હતું. આ દરમિયાન મહેસાણાના કડીમાં ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલો ઘઉં અને એરંડાનો પાક પલળી ગયો હતો. જેના લીધે વેપારીઓ અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.