ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના નારણપુરા(Naranpura) વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલા મોદી આઇ કેરની હોસ્પિટલ(Modi Eye Care Hospital)માં વિકરાળ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હોસ્પિટલ(Hospital fire)માં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોનાં દર્દનાક મોત થયાં હતા.
ઉલ્લેખનીય છે કે, મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારાં પતિ-પત્નીનાં કરુણ મોત થયાં છે. જો વાત કરવામાં આવે તો મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી (ઉં.વ 25) અને તેમનાં પત્ની હર્ષાબેન પારઘી (ઉં.વ.24)નું ગૂંગળામણથી મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
ACP હરીશ કુમાર કણસાગરાએ જણાવતા કહ્યું હતું કે, નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેસ હોસ્પિટલમાં 2 લોકોના ગૂંગળામણને કારણે મોત થયા છે. જેમાં નરેશભાઈ અને તેમના પત્નીનું પણ મોત થયું છે. આ બંને વ્યક્તિ સીડીમાં પડ્યા હતા. હાલમાં તો FSL અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે છે અને આગળની તપાસ ચાલી રહી છે. ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આગ લાગી ત્યારે બંને લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી. પહેલા મૃતક નરેશભાઈના પપ્પાએ જાણકારી આપી હતી.
હોસ્પિટલના માલિક ડો. ધવલ મોદીએ જણાવતા કહ્યું હતું કે, આગ કઈ રીતે લાગી અને કેટલા વાગે લાગી એ વિશે અમને જાણ નથી. હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા બંધ હતા, કારણ કે દિવસ દરમિયાન જ હોસ્પિટલ ચાલે છે અને રાત્રિના સમયે અહિયાં કોઈપણ પ્રકારની અવરજવર થતી નથી, જેને કારણે CCTV કેમેરા બંધ હાલતમાં હતા. સિક્યોરિટી ગાર્ડ નરેશભાઈ છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.