સોશિયલ મીડિયા પર અવારનવાર એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેને જાણીને ઘણાં લોકોને આશ્વર્ય થતું હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમે પણ બોલી ઉઠશો કે, આ કેવી રીતે શક્ય બને ?
જોડકા બાળકોનો જન્મ થવો એ તો સામાન્ય વાત છે પરંતુ આ કિસ્સો સાંભળીને તમને ખુબ આશ્ચર્ય થશે. કારણ કે, આ જોડકા બાળકોને જન્મ આપનાર માતા જુદી-જુદી છે. એક જ માતાના ગર્ભમાંથી જન્મ લેનાર બાળકો જોડકા હોઇ શકે પણ બે અલગ-અલગ માતાના ગર્ભમાંથી જોડકા બાળકોનો જન્મ થવો એ વાત ખુબ આશ્વર્યચકિત કરે છે.
માતા ન બની શકી કેલ્સી:
આ વાત 31 વર્ષની કેલ્સી નામની યુવતીની છે કે, જે કેટલીક મુશ્કેલીઓને કારણે માતા બની શકતી ન હતી. આવા સમયમાં કેલ્સીની માતા તેની મદદે આવી તેમજ દીકરી માટે તેણે ગર્ભધારણ કરવાની તૈયારી બતાવી. ખાસ વાત તો એ છે કે, આ દરમિયાન કેલ્સી પણ ગર્ભવતી હતી.
કેલ્સીની ફેલોપિયન ટ્યુબમાં બ્લોકેજ હોવાને લીધે તે માતા બની શકતી ન હતી. દીકરીની તકલીફોને જોઈ 52 વર્ષની માતા પણ તેના ઘરે પહોંચી ગઇ તો તે પણ ગર્ભવતી હતી. માતાએ ગર્ભધારણ કરીને ત્યારે જ કેલ્સીએ પણ ગર્ભ ધારણ કર્યો હતો
માર્ચ મહિનામાં કેલ્સી થઇ પ્રેગનેન્ટ :
લીઝા કે, જે કેલ્સીની માતા છે તેણે કેલ્સીના પતિ કાઇલના બાળકને ગર્ભમાં ધારણ કર્યું હતું. થોડા સમય પછી કેલ્સી પણ પ્રેગનેન્ટ થઇ તેમજ બંનેએ બાળકીઓને જન્મ આપ્યો હતો. બંને બાળકીઓનો જન્મ જુદાં-જુદાં મહિનામાં થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.