સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન સુરતમાંથી ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં 29મી જુલાઈના રોજ એક યુવકનું માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે મિત્રોએ તમાકુના ઝઘડામાં યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને યુવકને માર મારી મોતને ઘાટ ઉતારનાર બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, સુરતમાં તમાકુના ઝઘડામાં બે મિત્રોએ એક યુવકને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકે તમાકુ માંગતા ‘ક્યા ભીખારી કી તરહ તમાકુ માંગતે ફિરતે હો’ કહી બે મિત્રોએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી મુજબ, 29 જુલાઈના રોજ ઘટનાની રાત્રીના સમયે બંને પર્વતપાટીયા બ્રિજ નિચે પીલર નં-2ની બાજુમાં રહેતા એક કાકા પાસે તમાકુ ખાવા માટે ગયા હતા.
જ્યાં અનિલ તાઈડે નામના યુવકે “ક્યાં ભીખારી કી તરાહ તમાકુ માંગતે ફીરતે હો, કમાઓ ઔર ખાઓ તમાકુ” તેમ કહેતા ઝઘડો થયો હતો. આ દરમિયાન, રાજુ યાદવ અને વિજય પટેલ બન્ને મિત્રોની અનિલ સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં અનિલ રાજુને ડાબા હાથના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોચી હતી. જેને કારણે બન્ને મિત્રો દ્વારા ભેગા મળી તેને ગડદાપાટુ ઢિકમુકીનો માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ અનિલને પર્વતપાટીયા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની બાજુમાં મારતા મારતા લઈ ગયા હતા. જ્યાં આ અજાણ્યો ઈસમ પડી ગયો હતો. જેથી અમે બન્ને ત્યાંથી ચાલી ગયા હતા.
આ અંગે પુણા પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે રાજુ ઉર્ફે બંખૈયા પ્રેમચંદ યાદવ અને વિજય જગદીશ પટેલની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પરવત પાટીયા બ્રીજ નીચે રહેતા અજાણ્યા ઈસમને જાનથી મારવાવાળા અજાણ્યા બે ઈસમોને પકડી પાડી બ્લાઈન્ડ મર્ડર કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જોકે, સમગ્ર મામલે હાલ પુણા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.