ગોઝારા અકસ્માતમાં પડીકું વળી ગઈ રિક્ષા, 5 વર્ષીય બાળકી સહિત બે લોકોના મોતથી છવાયો માતમ- દ્રશ્યો જોઇને કંપી ઉઠશે કાળજું

Padmala Bridge Accident: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. વિકાસની હરણફાળ ભરતા ગુજરાત રાજ્યમાં અકસ્માતના વધતા બનાવોમાં ખુબજ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના વડોદરા માંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળેલી માહિતી અનુસાર દરગાહેથી દર્શન કરીને પરત ફરતા પરિવારના પાંચ વર્ષની બાળકી સહિત બેના કમકમાટીભર્યા મોત નિપજતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. રીક્ષા અને ટ્રક વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે મેળલી માહિતી અનુસાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને કાળ આંબી ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ ગોઝારી અકસ્માતની ઘટનાને લઈને વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ આજે વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. તોતિંગ ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યા બાદ રિક્ષાને અડફેટે લીધી હતી અને આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 5 વર્ષીય બાળકી કાળનો કોળિયો બની ગઈ છે, સાથે જ એક અન્ય વ્યક્તિનું પણ કરુણ મોત નીપજ્યું છે.

વધુમાં મળેલી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 5 વ્યક્તિને ઇજા થઇ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સ્મ્ઘ્ત ઘટનાની જાણ ત્યાના સ્થાનિક પોલીસને થતા તરતજ તેઓ ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવ્યા હતા. જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તે ઉપરાંત મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હાલ સમગ્ર મામલે નંદેસરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *