Lift collapse in Surat: સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. હાઇરાઇઝ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક માનવામાં આવે છે, પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખમ ઊભું કરી દે છે. ત્યારે સુરતમાં એક આવી જ દુર્ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં (Lift collapse in Surat) આવેલા બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાના કારણે ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ખુબ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. આ આખી ઘટના લિફ્ટની અંદર લાગેલા CCTVમાં કેદ થઈ જવા પામી છે.
લિફ્ટમાં ચાર લોકો હાજર હતાં
સુરતમાં આવેલા વેડરોડ વિસ્તારની ઘટના હૃદયનો ધબકારો ચુકાવી દે એવી છે. બે દિવસ પહેલાં વેડરોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલા મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટી ગયો હતો. આ સમયે લિફ્ટમાં ચાર લોકો હાજર હતાં. લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ખુબ ઇજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઝટકો લાગ્યા બાદ અચાનક જ લિફ્ટ અટકી ગઈ
લિફ્ટ તૂટી પડવાની આખી ઘટના અંદરના CCTV કેમેરામાં કેદ થઈ ચુકી છે. એમાં જોઈ શકાય છે કે પહેલા માળે રહેલી લિફ્ટને છઠ્ઠા માળે બોલાવવામાં આવી છે, જેમાં બે મહિલા લિફ્ટમાં પ્રવેશ કરે છે. ત્યારપછી બે યુવક લિફ્ટમાં આવે છે. છઠ્ઠા મળે આ લિફ્ટ ચોથા માળે પહોંચે છે, ત્યારે થોડોક ઝટકો લાગે છે અને ત્યારપછી અચાનક જ અટકી જાય છે.
એક યુવકને ગંભીર ઇજા પહોંચી
અચાનક ઊભી રહી જવાના કારણે અંદર રહેલી બે મહિલા અને બે પુરુષને થોડુક અજુગતું લાગે છે. દરમિયાન આ ચારે વ્યક્તિ કંઈપણ વિચારે એ પહેલાં જ ચોથા માળેથી જ નીચે પડી જાય છે. ચોથા માળેથી નીચે પટકાવાને કારણે ત્રણ વ્યક્તિને સામાન્ય પહોંચી હતી, જ્યારે એક યુવકને ખુબ ગંભીર ઇજા પહોંચી છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બે ભાઈને વધારે ઇજા થઈ છે: ભોગ બનનાર
લિફ્ટની સાથે નીચે પટકાયેલા રૂશાલીબેને જણાવ્યું છે કે સવારે 8:30 વાગ્યા આસપાસ કામ પર જવા માટે નીકળી ગયા હતાં. લિફ્ટમાં જતા સમયે ચોથા માળેથી લિફ્ટ નીચે પડી ગઈ હતી. લિફ્ટમાં અમે ચાર લોકો હતા. બે ભાઈને વધારે ઇજા થઈ છે. મને પણ પગમાં ખુબ વધારે ઇજા થઇ છે. લિફ્ટને કેમેરા સહિતનું બધું તૂટી ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App