છેલ્લા ઘણા સમયથી લોકો ભયંકર મંદી સહન કરી રહ્યા છે. અને તેવામાં લોકોને કરવું તો કરવું શું? લોકો પૈસા કમાવા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. અને એવામાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળી તમે એકદમ ચોંકી જશો. આ ઘટના માં એક ગુજરાતીએ દેવું માફ કરવા તેની કીડની પણ વહેચવા કાઢી નાખી હતી.
દેવામાં ડૂબેલા બે વ્યક્તિ અને તેમાંથી એકે ફેસબુકના પેજ પર પોતાની કિડની વેચવા મૂક્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ જાહેરાતથી પણ તેમને કોઈ ખરીદદાર ન મળતા તેમણે દેવું ચૂકતે કરવા માટે ATM તોડીને પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું હતું.
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના પુન્યોક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા આલોકસિંહ રાજપુત અને ઉત્તમ સાલવિયા નામના બે યુવકોની શહેર પોલીસે આંબાવાડીમાં આવેલા પોલિટેકનિક નજીક SBIનું ATM તોડવાના પ્રયાસમાં 15 મી જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી હતી. આલોકસિંહે સાયન્સ પ્રવાહમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે ઉત્તમ ધોરણ 10માં નાપાસ થયો હતો.
પોલીસ અધિકારીની પૂછપરછમાં બંનેએ જણાવતા કહ્યું હતું કે તે બંને આશરે બે વર્ષ પહેલા ભેગા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આલોકસિંહ પર રૂપિયા 6 લાખનું અને ઉત્તમ પર 3 લાખનું દેવું હતું. તેમણે કન્સ્ટ્ર્ક્શનનો બિઝનેસ ચાલુ કરવા આ પૈસા ઉધાર લીધા હતા. બંનેએ પોતાની કિડની વેચવા માટે જાહેરાત મૂકી હતી. આ બાદ ઉત્તમે પહેલા આલોકસિંહનો કોન્ટેક્ટ કરીને પૂછ્યું કે તેને કોઈ ખરીદદાર મળ્યો કે નહીં. આ બાદ તેઓ ધીમે ધીમે એકબીજા સાથે વાત કરવા લાગ્યા.
અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, તેમને કિડની માટે કોઈ ખરીદદાર ન મળ્યો અને લેણદારો સતત તેમને પરેશાન કરી રહ્યા હતા. આથી તેમણે ATM તોડીને ઝડપથી પૈસા એકઠા કરવાનું પ્લાનિંગ કર્યું.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું, બંનેએ પહેલા યુ-ટ્યુબ પર વિડીયો જોઈને આંબાવાડીમાં યુનિયન બેંકનું ATM તોડવાનો પ્રયાસ કર્યો. કન્સ્ટ્રક્શન બિઝનેસ માટે તેમણે ગેસ કટર અને અન્ય સાધનો ખરીદેલા હોઈ પહેલા ATM તોડવાના પ્રયાસમાં તેમણે આ હથિયારોનો ઉપયોગ કર્યો.
25 ડિસેમ્બર 2019ના દિવસે તેમણે આંબાવાડીમાં યુનિયન બેંકનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બાદ તેમણે 15 જાન્યુઆરીએ 2020માં SBIનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ સિક્યોરિટી સિસ્ટમે બેંક અધિકારીઓને એલર્ટ કરી દીધા અને તેમણે પોલીસને જાણ કરતા બંને રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.