ગુજરાત(Gujarat): રાજ્યમાં અવાર-નવાર અનેક અકસ્માતો(Accidents) સર્જાતા રહેતા હોય છે અને આ અકસ્માત દરમિયાન અનેક નિર્દોષ લોકોના મોત થતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત સામે આવ્યો છે જેમાં બે લોકોના કરુણ મોત થયા છે. જેને કારણે શોકની લાગણી છવાઈ ગઈ છે.
કડી(kadi) તાલુકાના કલ્યાણપુરા(Kalyanpura) ગામ તરફ જતી કાર નર્મદા કેનાલમાં ખાબકવાને કારમાં સવાર 2 લોકોના કરુણ મોત થયાં હતાં. અકસ્માત થયેલ કારમાંથી રૂ.89,200નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રવિવારના રોજ રાત્રે 11 વાગે કડી તાલુકાના અગોલ નજીક આવેલા સૂર્યમફાર્મ પાસેથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કાર (જીજે 05 જેએલ 3761) પલટી ખાઇ ગઈ હતી અને નરસિંહપુરા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. જે દરમિયાન કારચાલકનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં બાવલુ પીએસઆઇ એ.એન. દેસાઈ સ્ટાફ સાથે પહોંચી ડ્રાયવરની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કલ્યાણપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે સોમવારના રોજ સવારે કેનાલમાંથી બીજી લાશ મળી આવી હતી.
પોલીસે કારને બહાર કાઢી તપાસ કરતાં અંદરથી રૂ.89,200નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ કરતાં રાજસ્થાનના ઝાલોર તાલુકાનો હરણઆયનો 5 વર્ષનો બિસ્નોઈ સુનિલ મોહનલાલ અને બાડમેરના બાલાસર ગુડામાલાણીનો બિસ્નોઈ સતીશ રાજુભાઈ હોવાનું સામે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.