રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજૂરને લાગ્યો વીજશોક- એકનું ઘટનાસ્થળે જ મોત

laborer died due to electrocution in Rajkot: રાજકોટમાં અફરાતફરી મચી જાય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેમાં શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા ગોકુલનગર…

laborer died due to electrocution in Rajkot: રાજકોટમાં અફરાતફરી મચી જાય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેમાં શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મકાન ઉપરથી પસાર થતા વીજ વાયરને સ્પર્શ કરી જતાં કડિયા કામ કરતા મજૂરનું (laborer died due to electrocution in Rajkot) મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક મજૂરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

વીજશોક લાગતા કડિયાનું મોત
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં દેવશીભાઈ બચુભાઇ વઘેરાના મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ત્યાં કામ કરી રહેલા કડિયા મુકેશ પરમાર અને અન્ય એક મજુર ઘર પરથી પસાર થતાં 11 કેવીના વીજ વાયરને ભૂલથી સ્પર્શ કરી લેતા ગંભીર રીતે વીજશોક લાગ્યો હતો. જોકે, કડિયા મુકેશ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવમાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
મકાન માલિકના ભાઈ દીપક વઘેરાએ જણાવ્યું છે કે, મારા મોટાભાઈ દેવશીભાઈએ અહીં મકાનનું કામ કડિયાને સોપવામાં આવ્યું હતું. તે દરમિયાન વીજ વાયરથી વીજશોક ન લાગે તે માટે લાકડાના દંડા પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં કડિયા અને મજૂર કઈ રીતે વીજ વાયરને અડી ગયા તેનો ખ્યાલ નથી. પરંતુ બંનેને વીજશોક લાગતા જ હું તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો અને તે દરમિયાન ભારે વીજશોક લાગતા એક કડિયાનું મોત નીપજ્યું અને અન્ય એક મજૂરને ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.