આગામી ભરતીમાં ક્લાર્કના પદ માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, ગાંધીનગર કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય

Recruitment of Clerks: સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરાયો છે…

Recruitment of Clerks: સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરાયો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ કલાર્કની(Recruitment of Clerks) ભરતીના નિયમમાં ફેરફાર કરી રહ્યા છે. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે.

જો કે, ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિયમ પહેલા લાગૂ કરી દેવામાં આવ્યો છે, સાથો સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પણ આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે ગેજ્યુએશનની લાયકાત નક્કી કરી દેવામાં આવી છે

શૈક્ષણિક લાયકાતમાં ફરેફાર
મળતી માહિતી અનુસાર, અત્યાર સુધી વર્ગ-3ની મોટા ભાગની ભરતી 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોની થતી હતી. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરીને 12 પાસની જગ્યા સ્નાતક ઉમેદવારોની ભરતીની પરીક્ષા નક્કી કરવામાં આવી રહી છે. જે નવા નિયમ અનુસાર જે પણ ગ્રેજ્યુએટ હશે તે આ નિયમ પ્રમાણે પરીક્ષા આપવા માટે અરજી પણ કરી શકશે અને પરીક્ષા પણ આપી શકશે.આ મહત્વપૂર્ણ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી રહ્યો છે.જેના પગલે પહેલા કરતા ઉમેદવારોની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થઈ શકે છે.

વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો
શૈક્ષણિક લાયકાતની સાથે લઘુતમ વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. જે નિયમોમાં અનુસાર ગાંધીનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હવે કલાર્કની ભરતી નવા નિયમ અનુસાર કરવામાં આવશે