પ્રેમ(love) ક્યારેય રંગ, રૂપ કે ઉમર જોઇને થતો નથી. એટલે જ તો કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. ત્યારે હાલ આવો જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ કિસ્સો પાટણનો છે. જે જાણે કોઈ ફિલ્મી સ્ટોરી હોય તેવું જ લાગશે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના પાટણના હારિજમાં બની છે, જ્યાં કુકરાણા ગામના રહેવાસી મહાવીરસિહની સગાઇ બે વર્ષ પહેલા અમદાવાદમાં રહેતી રીનલબા સાથે થઈ હતી. સગાઈ કર્યાના માત્ર બે જ મહિના બાદ રીનલબા ઝાડ પરથી પડી ગયા હતા. આ અકસ્માતમાં તેઓએ તેમના બંને પગ ગુમાવ્યા હતા તેમને કમરનું હાડકું તૂટી ગયું હતું અને તેથી તેઓ બંને પગે દિવ્યાંગ થઇ ગયા હતા.
ઘટનાને પગલે તે પથારી વશ થઇ ગઈ હતી અને ચાલી પણ નહતી શકતી. આવો બનાવ બનતા લોકોએ મહાવીરસિંહને લગ્ન કરવા માટે ના કહી હતી, પરંતુ લોકોની વાત સાંભળ્યા વગર મહાવીરસિંહ અડગ રહ્યા અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આમ તેઓએ હાલમાં હાથમાં ઉઠાવીને ફેરા ફરીને તેમના લગ્ન કર્યા હતા અને પછી આજે તેમના પ્રેમને જોઈને આજે બધા જ લોકો ખુશ છે.
તેઓ આજે એવું કહી રહ્યા છે કે સગાઈ કરી એ વખતે તેઓ એકદમ સ્વસ્થ હતા અને આ ઘટના બની ગયા પછી તેઓનો સાથે તેઓ હંમેશા જિંદગીભર સુધી નિભાવશે એવું નક્કી કરીને તેઓએ લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.