કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઃ
કેદારનાથ યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. જો હવે તમારાથી ચઢીને અઘરી યાત્રા ન થતી હોય તો તમે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકશો. કેદારનાથ યાત્રા માટે બે નવી હેલિકોપ્ટર સેવાની જાહેરાત કરવામાં આવી છે અને તેનું બુકિંગ ચાલુ થઈ જશે.
ચાર્જીસ ફક્ત આટલાઃ
તમને જાણીને નવાઈ લાગશે કે આ યાત્રા માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. હેલિકોપ્ટર માટે વ્યક્તિ દીઠ ચાર્જ ફક્ત રૂ. 2349 જેટલો છે. ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ઓથોરિટીએ તાજેતરમાં જ બે નવી હેલિકોપ્ટર સર્વિસની જાહેરાત કરી છે જે યાત્રીઓને ઉત્તરાખંડના સરસીથી કેદારનાથ લઈ જશે.
કેદારનાથથી સાત કિ.મી દૂર છેઃ
સરસી ઉત્તરાખંડમાં સોનપ્રયાગ અને ફાટા વચ્ચે આવેલું છે. તે કેદારનાથથી 7 કિ.મી દૂર આવેલું છે. જો કે હેલિકોપ્ટર બુક કરાવતા પહેલા તમારે ઓપરેટર્સ સામે સ્લોટ અને ટાઈમિંગ અંગે સ્પષ્ટતા કરી લેવી પડશે.
બરફની ચાદરઃ
આ વર્ષે 9 મેના રોજ કેદારનાથના દર્શન ખૂલ્યા હતા. 11755 ફીટની ઊંચાઈએ આવેલા આ મંદિરની આસપાસ વર્ષનો મોટો ભાગ બરફની ચાદર પથરાયેલી રહે છે. આથી જ નવેમ્બરથી એપ્રિલ-મેમાં મંદિર યાત્રીઓ માટે બંધ રાખવામાં આવે છે. દર વર્ષે કેદારનાથ દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવે છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
યાત્રા સરળ બનાવવા પ્રયત્નઃ
યાત્રીઓની ચારધામ યાત્રા સારી રીતે પાર પડે તે માટે ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસની વિવિધ પ્રવૃત્તિ અને માળખાગત સુવિધાઓ વિકસાવવા પર કામ કરી રહી છે. અત્યારે ચારધામમાં ટૂરિસ્ટ સીઝન પરાકાષ્ટાએ છે. દર વર્ષે હજારો યાત્રીઓ ચારધામની મુલાકાત લે છે. હેલિકોપ્ટર સેવાને કારણે વૃદ્ધ યાત્રીઓને કેદારનાથ પહોંચવામાં સરળતા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.