પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને ઉડાવી- ઘટના સ્થળે જ પટેલ પરિવારના ભાઈ-બહેનનું મોત

વલસાડ(ગુજરાત): ખેરગામ તરફથી આવી રહેલી એક્ટિવાને વલસાડ તરફ જઈ રહેલી એક બલેનો કારના ચાલકે પુરઝડપે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા પર સવાર 20 વર્ષના યુવાન અને 22 વર્ષની બહેનનું ઘટના સ્થળે કરૂણ મોત થયું છે.

સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ રાવજીભાઈ પટેલ જેમણે પોતાની 22 વર્ષની દીકરી ભૂમિકાના લગ્ન હાલ બે મહિના પહેલા ઓઝર ગામે તાડ ફળિયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલ સાથે કર્યા હતા. તેના સાસરેથી બુધવારે ભૂમિકા પોતાના પિયર ખેરગામમાં આવી રહી હતી. બુધવાર સાંજે 7.30 વાગ્યાની આસપાસ તેમની એક્ટિવા પર ભૂમિકા તેના નાના ભાઈ ભાવિન નરેશ પટેલ સાથે ખેરગામ જવા માટે રવાના થઇ હતી.

ત્યારે તેઓ વાવ ફાટકના વળાંક પાસે પહોંચતા સામેથી પુરઝડપે આવી રહેલી એક મારૂતિ કારના ચાલકે તેમની એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પર સવાર બંને ભાઈ-બહેન રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા. તરત જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેમજ ખેરગામ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ બંનેને ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા આવ્યા હતા. લોકોએ બલેનો કાર ચાલકને પકડે તે પહેલા જ પોલીસે કાર ચાલકને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

હેડ કોન્સ્ટેબલ ગુણવંતભાઈ પાટીલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ અકસ્માતમાં ભાવિન અને ભૂમિકા બંને ભાઈ-બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમજ ફરિયાદ લેવાની તપાસ શરુ કરી હતી. જ્યારે કારના ચાલકની ધડપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *