વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે થયો લોહીલુહાણ: ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત

Vadodara-Bharuch National Highway Accident: રાજ્યમાં અકસ્માત બંધ થાવનું નામ જ નથી લેતા.વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર,વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત થયા હતા. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા આ અકસ્માતો સર્જાયો હતો. ધાવત બ્રિજ ઉતરતા ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતા ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

કરજણ નેશનલ હાઇવે નંબર 48 પરના કરજણ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તે પછી ક્રેનની મદદથી ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બંન્નેના મૃતદેહોને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

અત્ર ઉલેખનીય છે કે,આજે વધુ એક અકસ્માતસામે આવ્યો છે.ખેડાના હલદરવાસમાં દારૂ ભરેલ કારે અન્ય એક કાર અને બાઇકને અડફેટે લઈ લીધા હતા.મહેમદાવાદ પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી ત્યારે દારૂ લઇને જઇ રહેલા કાર ચાલકે બચવા માટે પૂરઝડપે કાર દોડાવી હતી. તેણે એક કાર અને બાઇકને ટક્કર મારી હતી. તે પછી કાર ચાલક કાર મુકીને ફરાર થયો હતો. કારમાંથી બીયર અને દારૂની પેટીઓ જપ્ત કરાઇ હતી. મહેમદાવાદ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.

રાજકોટ જિલ્લાના પોરબંદર હાઈવે પર હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની હતી. અજાણ્યો વાહનચાલક પરપ્રાંતિય શ્રમિકને ટક્કર મારીને ફરાર થયો હતો. MLA ડૉ.મહેન્દ્ર પાડલીયા, જિલ્લા ભાજપ મહામંત્રીએ કાર રોકી 108ને જાણ પણ કરી હતી. ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઉપલેટા પોલીસે આ મામલે વધુ એક તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *