મોબાઈલ ચોરો આજકાલ ખુલ્લે આમ ચોરીને અંજામ આપતા દેખાય રહ્યા છે. ત્યારે સલાબતપુરા પોલીસ (Salabatpura Police)દ્વારા આવા જ ચોરોને પકડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આઈફોન (IPhone)સહિતના ફોનની ચોરી કરનાર અને ખરીદનારને સલાબતપુરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચોરો પાસેથી લાખોનો મુદ્દા માલ મળી આવેલ છે.
મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા બંને ચોરોની ધડ્પકડ કરવામાં આવી છે જયારે આ ચોરો પાસેથી 1.18 લાખની કિંમતના 12 ફોન કબજે કરવામાં આવ્યા છે. સલાબતપુરા પીઆઇ એ.એ.ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્ટાફે બાતમીના આધાર પર કમેલા દરવાજા નજીકથી આરોપી ઇરફાન મુસ્તાક કુરેશી(રહે. રેલ રાહત કોલોની, લિંબાયત)ને પકડવામાં આવ્યો છે. જયારે આરોપી ઇરફાન મુસ્તાક કુરેશી પાસેથી આઈફોન સહિત 12 ફોન પોલીસે કબજે કર્યા છે. કબજે કરવામાં આવેલ માલની કુલ કિંમત 1.18 લાખ થઇ છે.
પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપી ઉમરે ઇરફાન અબ્દુલ સલામ શેખ(રહે. પંચશીલનગર, ભાઠેના, સલાબતપુરા) દ્વારા તેને આ માલ આપવામાં આવતો હતો. ત્યાર પછી પોલીસ દ્વારા ઉમરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે પૂછપરછ દરમિયાન આરોપી ઉમરે પોલીસને જણાવ્યું હતું કે, તે સલાબતપુરા અને અડાજણ વિસ્તારમાંથી મોપેડ પર નીકળતા રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરીને તે ત્યાંથી ભાગી જતો હતો. સલાબતપુરામાં તો યુવતીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવ્યો હતો. જયારે પોલીસ દ્વારા આ મોપેડ પણ કબજે કરવામાં આવ્યું છે. આ મોબાઈલ તેમના માલિકોને પરત કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.