વિધવા માતાના બંને દીકરાનું અકસ્માતમાં મોત થતા આખું ગામ હિબકે ચઢ્યું, જાણો કયાની છે આ ગમગીન ઘટના

માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક તો એકના એક દીકરાનું મોત થવાને લીધે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી છે. માલપુરમાં આવેલ ડબારણના 2 સગા ભાઈઓ તેમજ દેવદાંતી ગામના યુવકના બાઇક પર 3 લોકો ડબારણથી માલપુર તરફ જઈ રહ્યાં હતાં.

હેલોદરના લાલસીપુર જી.ઈ.બી. નજીક રોડ વચ્ચે પથ્થર આવતાં બાઇક સ્લીપ મારી જતાં 3 યુવકો 20 ફૂટ ઊંચે ફંગોળાઇને રોડની પાસેના જંગલમાં પટકાઈ જતાં ગંભીર ઇજાઓ પહોંચતાં 2 સગા ભાઇઓના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતાં. બાઇકચાલકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વિધવાના 2 પુત્રોના મોત થતાં ગામ હિબકે ચઢ્યુ હતું.

ડબારણના 2 સગા ભાઇઓ 30 વર્ષીય નટવરભાઈ હાથીભાઈ મસાર તથા 27 વર્ષીય રૂમાલભાઈ હાથીભાઈ મસાર તથા બાઇક ચાલક જવાનભાઈ વાલમભાઈ બારીયા શુક્રવારની સવારમાં 10 વાગ્યાના સુમારે બાઇક લઈને દબારણથી માલપુર તરફ જતાં લાલસીપુર જી.ઇ.બીની સામે હેલોદર જતાં રોડ પર પથ્થર આવી જતાં ચાલકે સ્ટિયરિંય પરથી કાબૂ ગુમાવ્યો હતો.

જેને લીધે બાઈક ધડાકાભેર સ્લીપ મારી જતાં બંને ભાઈઓ હવામાં 20 ફૂટ ઊંચે જઇ રોડની બાજુમાં જંગલમાં ફંગોળાઈ જતાં શરીરના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળ પર જ બંને ભાઈઓનાં મોત નીપજ્યા હતાં. જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર બંને મૃતકનો કબજો લઈ લીધો હતો. વિધવાના ઘરે તથા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગે કનુભાઈ મશરૂભાઈ મસારે માલપુર પોલીસને જાણ કરતાંની સાથે જ બાઇકચાલક જવાનભાઈ વાલમભાઈ બારીયાની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *