છોકરીના અશ્લીલ ફોટા પાડી, વસુલ્યા દોઢ લાખ- બધી છોકરીઓએ મળીને આપ્યું દર્દનાક મોત

ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડસ બનાવી બ્લેકમેઈલર કરનાર વ્યક્તિની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લેકમેલરની હત્યા કરનારા બે છોકરાઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

હકીકતમાં, 20 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પ્રેમકુમાર પર એક ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રેમકુમાર પર હુમલો થતો જોઈ તેનો મિત્ર સ્થળ પરથી ભાગી ગયો અને તેના માતા-પિતાને જાણ કરી હતી. આ હુમલામાં પ્રેમકુમારનું મોત થયું હતું. આ પછી પ્રેમકુમારના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

જ્યારે પોલીસે ગુનેગારોને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ આ હત્યાકાંડ પાછળ 10માં ધોરણના બે વિદ્યાર્થીઓને જોઈને ચોંકી ગયા હતા. બંને દ્વારા કહેવામાં આવેલી કહાની અનુસાર, પ્રેમકુમારે ઘણી છોકરીઓ સાથે મિત્રતા કરી હતી અને કથિત રીતે તેમની અશ્લીલ તસવીરો લીધી હતી. આ પછી તે યુવતીઓને બ્લેકમેલ કરવા માટે તસવીરોનો ઉપયોગ કરવા લાગ્યો.

યુવતીઓનો દાવો છે કે, તેઓએ પ્રેમકુમારને લગભગ 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તે તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો. ત્યારબાદ છોકરીઓએ બીજા છોકરાની મદદ લીધી હતી, જેની સાથે તેઓ ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બની ગયા હતા. પછી છોકરીઓ અને છોકરાએ મળીને એક પ્લાન બનાવ્યો હતો.

જ્યારે પ્રેમકુમારે કથિત રીતે વધુ પૈસા માંગ્યા ત્યારે યુવતીઓએ તેને એકાંત સ્થળે આવવા કહ્યું હતું. પ્રેમકુમાર આવતાની સાથે જ એક ટોળકીએ તેને ઘેરી લીધો અને તે કંઈ સમજે તે પહેલા જ પ્રેમકુમાર પર હુમલો કરવા લાગ્યા હતા. તેની સાથે ગયેલો તેનો મિત્ર ભાગી ગયો હતો અને તેના માતા-પિતાને જાણ કરી હતી.

તે દરમિયાન ટોળકીએ પ્રેમકુમારની હત્યા કરીને તેને ખાલી પડેલી જમીનમાં દાટી દીધો હતો. પોલીસે છોકરીઓ દ્વારા ગુનેગારોને શોધી કાઢ્યા, તેમને ગુનાના સ્થળે લઈ ગયા અને પ્રેમકુમારનો મૃતદેહ મેળવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વધુ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *