રશિયા-યુક્રેન યુધ્ધમાં(Russia-Ukraine war) આપણા ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ (The study of medicine) કરવા ગયેલા ઘણા વિદ્યાર્થીઓ(Students) હજુ પણ ત્યાં અટવાયેલા છે, તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. તેમાં સુરતની(Surat) બે યુવતીઓ પણ છેલ્લા 48 કલાકથી રોમાનિયા બોર્ડર(Romania Border) પર અટવાઈ છે. બંને વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ કલેક્ટરને(Collector) તેમને સુરક્ષિત લાવવા વિનંતી કરી છે. સુરત કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 183 વાલીઓએ તેમના બાળકો ફસાયા હોવાની માહિતી આપી છે.
મળતી માહિતી અનુસાર રવિવારે સવારે છ વિદ્યાર્થીઓ સુરત પહોંચી ગયા હતા. સોમવારે બે વિદ્યાર્થીનીઓના પિતાએ કલેક્ટરને અરજી કરી હતી કે તેમની દીકરીઓ છેલ્લા 48 કલાકથી રોમાનિયા બોર્ડર પર ફસાયેલી છે. મોબાઈલ ડિસ્ચાર્જ થવાના કારણે હવે તેઓ તેની સાથે વાત પણ કરી શકતા નથી. છેલ્લી વાર મેં તેની સાથે રવિવારે સવારે વાત કરી હતી. બંને માતા-પિતા રડી પડ્યા હતા અને કલેક્ટરને તેમની દીકરીઓની સુરક્ષા કરવા વિનંતી કરી હતી.
મુકેશ ચૌહાણે જણાવ્યું કે તેમની પુત્રી કિંજલ ચૌહાણ યુક્રેનમાં મેડિસિનનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. દૂતાવાસમાંથી આદેશ મળ્યા બાદ તેની પુત્રી અને તેના મિત્રો રોમાનિયાની સરહદ પર પહોંચી ગયા હતા, પરંતુ તેમને અંદર જવા દેવાયા નથી. સરકાર તેમને જલ્દી પરત લાવી.
કલેક્ટર કચેરીમાં આવેલા મનીષ પટેલે જણાવ્યું કે તેમની દીકરી ફેની પટેલ 48 કલાકથી રોમાનિયાની બોર્ડર પર ફસાયેલી છે. ત્યાં તે અને તેના મિત્રો ખુલ્લા આકાશ નીચે ઉભા છે. બરફ પડી રહ્યો છે. પાણી અને ભોજનની કોઈ વ્યવસ્થા નથી. માત્ર ચોકલેટ ખાઈને જીવવું. તેમનો ફોન સ્વીચ ઓફ છે તેથી સંપર્ક થઈ શકતો નથી. આ રીતે અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને બને તેટલી જલ્દી તેઓને પરત લાવવા માટે આપણી સરકાર દ્વારા પ્રયાસો ચાલુ જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.