ગુજરાતના સુરતમાં હાઈસ્કૂલમાં ભણતી બે યુવતીઓને અંતરિક્ષમાં એક એસ્ટરોઇડ મળી આવ્યો છે. નાસાએ શોધની પુષ્ટિ કરી અને નવા એસ્ટરોઇડ HLV2514 નું નામ પણ આપ્યું. આ શોધ સુરતના પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થીઓ વૈદેહી વેકરીયા અને રાધિકા લખાણી દ્વારા કરવામાં આવી છે. સુરતની આ બંને વિદ્યાર્થીનીઓએ NASAના એક આંતરરાષ્ટ્રીય અભિયાનમાં ભાગ લીધો હતો. આ બંને વિદ્યાર્થીનીઓ પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં ભણે છે. તેમણે બે મહિનાના સાયન્સ પ્રોગ્રામ All India Asteroid Search Campaign 2020માં ભાગ લીધો હતો.
બંને વિદ્યાર્થીઓએ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટમાં એસ્ટ્રોનોમિકલ સ્ટડીઝની તાલીમ લીધી હતી. નાસાએ પણ ઈ-મેલ મોકલીને શોધની પુષ્ટિ કરી હતી. સંસ્થાને મોકલેલા મેલમાં આઈએએસસીના ડિરેક્ટર ડો.પેટ્રિક મિલરે કહ્યું હતું કે, “છેલ્લા અભિયાનમાં તમે HLV2514 નવા એસ્ટરોઇડની જાણ કરી હતી. અત્યારે તે મંગળની નજીક છે. થોડા દિવસોમાં તે પૃથ્વી પાસેથી પસાર થશે.
વૈદેહી ભાવનગર જિલ્લાની છે, જ્યારે રાધિકાનો પરિવાર અમરેલી જિલ્લાનો છે. બંનેએ એક વાતચીતમાં એક ન્યૂઝ એજન્સીને કહ્યું, “અમે અંતરિક્ષમાં આશરે 20 ઓબ્જેક્ટ્સને ચિહ્નિત કરી, જેમાંથી તે ભાગ્યશાળી બન્યું.” અમે તેને રેન્ડમ નામ આપ્યું છે અને જ્યારે નાસા દ્વારા ભ્રમણકક્ષા પૂર્ણ થાય છે, ત્યારે આપણે આ ગ્રહનું નામ પણ મેળવીશું. તે થોડા વર્ષોનો સમય લેશે. ‘
સ્પેસ કેળવણીકાર આકાશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પહેલી વખત અને દેશમાં ચાર વર્ષ પછી એક એસ્ટરોઇડની શોધ કરવામાં આવી છે.” કોરોના સંક્રમણ અવધિ દરમિયાન આ કાર્યક્રમમાં ભાગ લઈ શિક્ષણની સંપૂર્ણ પ્રક્રિયા ઘરેથી થઈ હતી. વૈદેહીના પિતા ટેક્સટાઇલ બિઝનેસમાં છે તો રાધિકાના પિતાનો કમ્પૂટરનો બિઝનેસ છે. વૈદેહીનો પરિવાર ભાવનગરનો છે તો રાધિકાનો પરિવાર અમરેલી જિલ્લાથી આવે છે. NASAએ આ બંને વિદ્યાર્થીનીઓને શોધને સ્વીકૃતિ આપી દીધી છે અને તેમને એક મેઇલ પણ મોકલ્યો છે. ત્યાર બાદથી આ બંને વિદ્યાર્થીઓને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.