પોલીસ સ્ટેશનમાં જ બે શંકાસ્પદ આરોપીએ કરી લીધી આત્મહત્યા, પોલીસ અધિકારીઓ થયા દોડતા

નવસારી જીલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપઓની શંકાસ્પદ મોતને કારણે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. બંને શંકાસ્પદ આરોપીઓએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ્નો સ્ટાફ હાજર હોવા છતાં પણ આત્મહત્યા કરી લે તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે.

બંને શંકાસ્પદ આરોપીઓએ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વાયરથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર, બંને આરોપીને પોલીસ કસ્ટડીમાં નહિ પરંતુ ખાનગી રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ જીલ્લા પોલીસ વડા, નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કલેકટર સહિતના પોલીસ અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં બે આરોપીઓએ ખાનગી રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસની કામગીરી શંકાના ઘેરયામાં આવી છે. પ્રથમ માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘી તાલુકાના બે શંકમંદ આરોપીએ ચીખલી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

બંને આરોપીઓને ગઈકાલે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે કે, શું પોલીસના મારને કારણે બંનેના મોત થયા છે ? પોલીસના ટોર્ચરથી કંટાળીને બંનેએ આપઘાત કરી લીધો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *