અવાર નવાર છેતરપીંડી (Fraud)ના કેસો સામે આવતા જ હોય છે. ત્યારે હાલમાં જ સુરત (Surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારની દેવકીનંદન સ્કૂલ(Devkinandan School) નજીક ઇન્ડસલેન્ડ બેંક અને ગુ.હા. બોર્ડ નજીકના એસબીઆઇ (SBI)ના એટીએમ (ATM)માં રોકડ ઉપાડવા જનાર બે શ્રમજીવી સાથે ઠગાઈ થઈ હતી. ઠગાઈ કરનાર યુવકે રોકડ ઉપાડવામાં મદદરૂપ થવાના બહાને ચાલાકી પૂર્વક એટીએમ ડેબિટ કાર્ડ(Debit card) બદલી લઇ બંનેના એકાઉન્ટમાંથી રૂ. 32,300 ઉપાડી લીધા હતા. ત્યારબાદ આરોપી વિરુધ્દ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ આરોપીનું નામ વિકાસ રાધેશ્યામ તિવારી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પહેલી ઘટના:
આ જ આરોપીએ વધુ એક વ્યક્તિ સાથે ઠગાઈ કરી હતી. પાંડેસરા જીઆઇડીસીની મીલમાં નોકરી કરતો સુનીલ ગોરેલાલ યાદવ બે દિવસ અગાઉ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં એટીએમમાં ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કરી પાસવર્ડ નાંખી બેલેન્સ ચેક કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળ ઉભેલા અજાણ્યા યુવાને આ રીતે પૈસા નહીં નીકળશે, આ રીતે મદદ કરવાના બહાને ચાલાકી પૂર્વક સુનીલનો એટીએમ કાર્ડ બદલી લઇ ટેક્નિકલ એરર છે, થોડી વાર પછી પૈસા ઉપાડજો એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ રીતે સુનીલના એકાઉન્ટમાંથી રૂ. 21,300 ઉપાડી લીધા હતા.
બીજી ઘટના:
વિકાસ રાધેશ્યામ તિવારીએ વધુ એક વ્યક્તિ સાથે આ જ રીતે એટલે કે મદદના બહાને ઠગાઈ કરી હતી. વેસુની દુકાનમાં હેન્ડવર્કનું કામ કરતા વિનોદ રામઆશિષ મહંતો પાંડેસરાના ગુ.હા. બોર્ડ નજીક એસબીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં વિનોદને પણ હું તમને પૈસા ઉપાડવામાં મદદ કરૂ છું એમ કહી એટીએમ કાર્ડ લઇ વિનોદેને કેમેરા તરફ જોવાનું કહ્યું હતું. આ અરસમાં મદદ કરનાર ભેજાબાજે એટીએમ કાર્ડ બદલી લીધો હતો અને ટેક્નિકલ એરર છે, થોડી વાર પછી પૈસા ઉપાડજો એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. આરોપીએ તેના એકાઉન્ટમાંથી રૂ. 11 હજાર ઉપાડી લીધા હતા.
ભેજાબોજોથી સાવધાન રહેવા પોલીસની અપીલ:
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી વિકાસ પાસેથી 5 એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડા 20 હજાર રૂપિયા કબજે લેવામાં આવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, એટીએમમાંથી રૂપિયા ઉપાડતા સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કાર્ડ ન આપો અને કાર્ડની માહિતી પણ ન આપો. આવા ઠગાઈ આચરતા લોકોથી સાવધાન રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.