કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા આસામના ગુવાહાટી શહેરમાં ચાલી રહેલા લોકડાઉનને સોમવારથી આવતા બે અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. અસમના મંત્રી હિમંત બિસ્વા સરમાએ શુક્રવારે બપોરે કહ્યું હતું કે, “આવતા અઠવાડિયે માત્ર દવાની દુકાનો ખુલી રહેશે.” રાજ્યમાં કોરોના માટે કડક લોકડાઉનની ઘોષણા કરી, તેમણે લોકોને “રવિવાર સુધીમાં જરૂરી ચીજોની ખરીદી કરવાની અપીલ કરી હતી.”
તેમણે કહ્યું કે, આસામમાં આગામી બે અઠવાડિયા સુધી નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ગુવાહાટીમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યા 15 જૂનથી રાજ્યમાં લોકડાઉન વધારવાનો વિચારણા કરવામાં આવી રહી છે. આસામ, 6,646 થી વધુ કોરોના વાયરસના કેસ આવ્યા છે આ સાથે ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. અસમ રાજ્યમાં કોરોના વાયરસના ચેપને કારણે 9 લોકોનાં મોત નીપજ્યાં છે.
Weekend lockdown on Saturdays&Sundays to be enforced in urban areas in Assam. Areas falling under the jurisdiction of town committees and municipalities will come under the ambit of the weekend lockdown and will continue until further notice: Assam Minister Himanta Biswa Sarma https://t.co/zpWGPRG5DR
— ANI (@ANI) June 26, 2020
અત્રે નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં કોરોના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. શુક્રવારે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 490,401 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા 15301 ની આંકડા પર પહોંચી ગઈ છે.
આ સિવાય, 285637 દર્દીઓએ આ વાયરસથી સારા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં માં દેશમાં સૌથી વધુ 17296 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં આ સૌથી વધુ કેસ છે. આ સમય દરમિયાન, 407 લોકોનાં મોત પણ થયાં છે. રીકવરી દરના આંકડામાં સુધારો થયો છે. જે 58.24 ટકા પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news