33 વર્ષના ટ્વિન્કલ ઠાકર અને 43 વર્ષના સ્વાતી ઠાકરે 24 કલાકમાં 80 કિલોમીટર ઉંધા દોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. બારડોલીના સરદાર મ્યુઝિયમથી 1 ઓક્ટોબરના રોજ ઉંધા દોડવાની શરૂઆત કરી અને 2 ઓક્ટોબરના રોજ બારડોલીના સરદાર મ્યુઝિયમ ખાતે જ આ દોડ પુરી કરી હતી.
41 વોલેન્ટિયરે મદદ કરી
મદદ કરવા માટે કુલ 41 લોકોની ટીમમાં 22 સાઈકલિસ્ટ હતાં. તેઓ આગળ પાછળ ચાલતા એ સિવાય કેમેરામેન, ગાડીના ડ્રાઈવર અને કરાટેના વિદ્યાર્થીઓ હતાં.
ગમાં વાગ્યુ છતાં દોડવાનું ચાલુ રાખ્યું
રનર સ્વાતિ ઠાકરે કહ્યું કે,  ‘અમે સાંજે 5 વાગ્યે દોડવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમારો ઉત્સાહ ખુબ જ હતો. અમે ખૂબ જ સ્પીડમાંમાં દોડી રહ્યાં હતાં, અમે 15 કિલોમીટર દોડ્યા ત્યારે અમારી સ્પીડના કારણે અચાનક જ મારા પગમાં છાલા પડી ગયા હતાં. ત્યારે અમારી સ્પીડ દર કલાકે 5 કિલોમીટર હતી. મારા પગમાં ખુબ જ દુ:ખાવો થઈ રહ્યો હતો. જેના કારણે મારી સ્પીડમાં ઘટાડો થઈ ગયો. છાલા પડ્યા પછી માંડ માંડ 2 કિલોમીટર દોડ્યા પછી મારે બ્રેક લેવો પડ્યો હતો. ત્યાર બાદ અમે ઉંધા દોડવાની શરૂઆત કરી ત્યારે અમારી સ્પીડ ઘટી ગઈ હતી’
દર કલાકે માત્ર 5 મિનિટનો બ્રેક લેતા હતાં
ટ્વિન્કલ ઠાકરે પોતાના અનુભવ વિશે કહ્યું કે, ‘અમે માંડ માંડ 22 કિલોમીટર દોડ્યા ત્યાં તો મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અમને દોડવામાં મુશ્કેલી પડી રહી હતી. પગ સ્લિપ થઈ રહ્યાં હતાં. સતત 2 કલાક સુધી વરસાદમાં અમે દોડ્યા હતાં. 2 કલાકમાં અમે માંડ માંડ 2 કિલોમીટર દોડી શક્યા હતાં. અમે દર એક કલાકે માત્ર 5 મિનિટનો બ્રેક લેતા હતા. દોડમાં 14 લિટર પાણી પીધું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.