સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક હેરાન કરી દે તેવો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓમાં મહિલાઓ ચાલુ વિમાનમાં જ બાખડી પડે છે અને એક બીજાને મારવા લાગે છે.
ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની ઘણી બાબતો છે. સલામત મુસાફરીની દ્રષ્ટિએ પણ ઘણા નિયમો બનાવવામાં આવે છે, જેનું પાલન કરવું જરૂરી છે, પરંતુ કેટલાક લોકો નિયમો તોડવામાં તત્પર હોય છે. આવો જ એક વીડિયો અમેરિકાથી સામે આવ્યો છે, જેમાં એક મહિલા મુસાફર ફ્લાઇટ એટેન્ડન્ટ પર હુમલો કરતી જોવા મળી રહી છે.
JUST IN: The woman who punched a Southwest Airlines flight attendant in May has been officially charged in federal court with two felonies, including assault and interfering with a flight crew. Vyvianna Quinonez now faces at least 20 years in prison. pic.twitter.com/ghUWkBTGMm
— Sam Sweeney (@SweeneyABC) September 2, 2021
મળતી માહિતી મુજબ, કેલિફોર્નિયાની મહિલા વિવિયાના ક્વિનોનેઝ ફ્લાઇટ એટેન્ડન્ટે સીટ બેલ્ટ પહેરવા અને સીટ ટ્રે બંધ કરવા કહ્યું હતું. જેના પર મહિલા ગુસ્સે થઈ ગઈ હતી અને ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે ઝપાઝપી થઈ હતી. મહિલાએ ફ્લાઇટ એટેન્ડન્ટને મુક્કો પણ માર્યો હતો. ફ્લાઇટમાં હાજર મુસાફરોએ મહિલાના આ હરકતનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘટના સાઉથવેસ્ટ એરલાઈન્સની છે અને ફ્લાઈટ સેક્રામેન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટથી સાન ડિએગો ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહી હતી.
મહિલાએ ફ્લાઇટમાં માસ્ક પણ યોગ્ય રીતે પહેર્યું ન હતું. તેણે ફ્લાઈટ એટેન્ડન્ટને મુક્કો માર્યો, જેના કારણે તેના ચહેરા પર ગંભીર ઈજા થઈ. ફલાઈટ એટેન્ડન્ટે તેની આંખ નીચે 4 ટાંકા લીધા અને આ ઝઘડામાં પોતાના ત્રણ દાંત ગુમાવ્યા. બાદમાં અન્ય એક મુસાફર બંને વચ્ચે આવ્યો અને ફ્લાઇટ એટેન્ડન્ટને બચાવી. પરંતુ ત્યાં સુધીમાં મહિલાએ તેને ઇજા પહોંચાડી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.