કાળજું કંપાવતી સુરતની ઘટના- ત્રીજા માળેથી એમ્બ્રોડરી મશીન સાથે બે મજૂરો ધડામ દઈને નીચે પટકાયા- જુઓ LIVE વિડીયો

સુરત(Surat): સુરતમાં હાલ એક કાળજું કંપાવતો અકસ્માત(Accident) સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, શહેરના કતારગામ વિસ્તાર (Katargam area)માં ક્રેન મારફતે એમ્બ્રોડરી મશીન(Embroidery machine) ચઢાવતા સમયે મશીન સાથે બે મજૂરો નીચે પટકાતા બંનેના કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, ઘટનાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કતારગામ જીઆઇડીસીમા ટેક્સટાઇલ યુનિટો ધમધમે છે. એમ્બ્રોઈડરી મશીનનો પણ ખુબ મોટા પ્રમાણમાં લાગેલા છે. કતારગામ જીઆઇડીસીના ખાતા નંબર 908 અને 909 ની વચ્ચે જગ્યા ખાલી પડે છે ત્યાં આગળ ત્રીજા માળ પર એમ્બ્રોડરી મશીન ક્રેન મારફતે ચઢાવવામાં આવતું હતું, તે સમયે આ ઘટના બની હતી. ઘટના બાદ તાત્કાલિક પણે મજૂરોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બંનેના સ્થળ પર મોત થઈ ગયા હતા.

ત્રીજા માળે એબ્રોડરી મશીન ચઢાવવા માટે ક્રેન મંગાવવામાં આવી હતી, ક્રેન દ્વારા મશીન ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક મજૂર મશીન પર બેઠો હતો અને બીજો ત્રીજે માળે દોરડુ પકડી ઉભો હતો, અને કોઈ કારણસર અચાનક ક્રેનમાંથી મશીન છૂટીને ધડાકાભેર નીચે પડ્યું અને તેની સાથે બે મજૂરો પણ નીચે પટકાયા, જેમાં ગંભીર રીતે ઘાયલ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના હચમચાવી દેતા CCTV દ્રશ્યો સામે આવ્યા છે.

શિવ કરણ પ્રજાપતિ ​​​​​​(28)​ અને સંદીપ પ્રજાપતિ (19) આ બંને મજુરોના અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, મશીન નીચે પડે છે, તેની સાથે બે મજૂરો પણ નીચે પટકાય છે. આ મામલે પોલીસે બંને યુવકની લાશને પીએમ માટે મોકલી દીધી હતી. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *