મુરાદાબાદ(ઉત્તર પ્રદેશ): 2 વર્ષની બાળકીએ તેની માતાનો જીવ બચાવવા ગજબની સમજદારી બતાવી છે. પુત્રી બેહોશ માતાની મદદ કરવામાં માટે રેલવે સ્ટેશન પર હાજર આરપીએફના કોન્સ્ટેબલને તેમની આંગળી પકડીને માતા પાસે લઈ આવી હતી. ત્યારબાદ મહિલાને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા સાથે 2 વર્ષની દીકરી ઉપરાંત 6 મહિનાનું બીજુ બાળક પણ હતું. જે બાળકી હજુ બોલી પણ શકતી નહતી તેની સમજદારી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. માસૂમે સમયસર માતાને મદદ અપાવી અને જીવ બચાવ્યો.
Moradabad | 2-year-old child saves the life of mother who fainted at a railway station.
Our staff found a child who led them to a spot where his mother was unconscious. Checkup was done & ambulance was called. She is admitted in the hospital: Manoj Kumar, senior RPF officer pic.twitter.com/PcguiA45SJ
— ANI UP (@ANINewsUP) July 4, 2021
સીનિયર આરપીએફ ઓફિસરનું કહેવું છે કે, અમારા સ્ટાફને એક બાળકી મળી હતી. જે અમને બેહોશ માતા પાસે લઈ ગઈ હતી. પીડિતાના તમામ ચેકઅપ થઈ ગયા છે. એમ્બ્યુલન્સ દ્રારા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ એક મહિલા મુરાદાબાદ સ્ટેશન પર અચાનક બેહોશ થઈ ગઈ હતી. તેની સાથે બે પુત્રીઓ પણ હતી. જેમાંથી એકની ઉંમર લગભગ 2 વર્ષ અને બીજા બાળકની ઉંમર 6 મહિના હતી. માતા બેહોશ થઈ ગયા બાદ પહેલા તો માસૂમ બાળકી ખુબ જ રડી પછી થોડીવારમાં ઊભી થઈ ગઈ હતી અને સ્ટેશન પર હાજર આરપીએફની મહિલા કોન્સ્ટેબલને માતા પાસે લઇ આવી હતી. પછી મહિલા કોન્સ્ટેબલે પોતાની ટીમને જાણ કરીને મહિલાને હોશમાં લાવવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં તરત એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.