રાજકોટ(Rajkot): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. આ અકસ્માતોને કારણે ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા જ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક ફોર્ચ્યુનર(Fortuner) કારચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનામાં એક યુવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક યુવાન ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા:
અકસ્માતની આ ઘટના રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક બની હતી. જેમાં સાઈન બાઈક પર બે યુવાનો રોડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ બનેલા ફોર્ચ્યુનર કાર ચાલકે બંને યુવાનોને અડફેટે લીધા હતા. તેમજ અકસ્માત એટલો ભયંકર હતો કે, બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા. હવામાં ફંગોળાયા બાદ બંને યુવાનો રોડ પર પટકાયા હતા.
ઘટનાને પગલે ગોપાલ નામના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે ઉદય નામના વ્યક્તિને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ ફોર્ચ્યુનર કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફિકજામ:
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ અકસ્માતને પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવતા રસ્તો પૂર્વવત થયો હતો. અત્યારે હાલ તો કુવાડવા પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.