બાઈક લઈને બે મિત્રો જતા હતા નોકરી મેળવવા, કાર ચાલકે ઉડાવ્યા અને મળ્યું કમનસીબ મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. રોજબરોજ થતા અકસ્માતોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના અમદાવાદ માંથી સામે આવી છે. આ સમગ્ર ઘટના દરમ્યાન નોકરીની શોધમાં નીકળેલા 2 યુવાનોનું કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

નોકરીની શોધમાં નીકળેલા 2 યુવાનોને અમદાવાદ પાસે આવેલ ધોળકા-સરોડા રોડ પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અજાણ્યા વાહનચાલકે બાઈક ઉપર જઈ રહેલ 2 યુવાનોને અડફેટે લેતાં બંન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસ હાથધરવામાં આવી છે.

અકસ્માતની આ સમગ્ર અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં અકસ્માતોના બનાવોએ માઝા મુકી છે ત્યારે ધોળકા તાલુકાના બે યુવકો બાઈક પર નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જલાલપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં.

નોકરીની શોધમાં નીકળેલા 2 યુવાનોને ધોળકા-સરોડા રોડ પર અકસ્માત નડ્યો હતો. આ બને યુવકોને પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર બન્ને યુવાનો પરેશ જગદીશભાઈ પરમાર (ઉ.વ.૨૦) તથા પંકજ ગુણવંતભાઈ પરમાર (ઉ.વ.૧૯) બન્ને રહે.જલાલપુર તા.ધોળકાવાળાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં.

આ અકસ્માતની ઘટના બાદ પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા સીસીટીવી કેમેરાની મદદથી વધુ તપાસ હાથધરી હતી તેમજ ધોળકા તાલુકાના નોકરી માટે જઈ રહેલ બે યુવકોના અકસ્માતમાં મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *