સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારો નિરાધાર બન્યા છે. આની સાથે કોઈને માતા તો કોઈને પિતા જયારે કોઈ બહેનને પોતાનો ભાઈ તથા બહેનને પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવી જ એક ગંભીર ઘટનાને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.
પીપલોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર ટેન્કર ચાલકે અડફેટે લેતાં મધ્યપ્રદેશના 2 બાઇક ચાલક યુવકોનું ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં ટેન્કર પણ પલ્ટી મારી જતાં બાઇક તથા ટેન્કર બન્નેને નુકસાન થયું હતું. ધાર જીલ્લામાં આવેલ કચનારીયા ગામના રહેવાસી રાજારામ બદરી ડામર અને રાજુ ગલીયા ખેરવાલ MP-11-NB-5386 નંબરની મોટર સાયકલને લઇ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન રાત્રીના 1.45 વાગ્યાના સુમારે પીપલોદ ગામે બાયપાસ રોડ પર GJ-24-X-0854 નંબરના ટ્રેક્ટરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને ટક્કર મારીને અકસ્માત કરી ટેન્કર પણ પલ્ટી મારી ગયું હતું.
અકસ્માતની આ ઘટનામાં બાઇક સવાર રાજારામ ડામર તેમજ રાજુ ખેરવાલને ગંભીર ઇજાઓ પહોંચતાં બન્નેનું મોત થયું હતું. અકસ્માત સંદર્ભે નંદરામ બદલી ડામરની ફરિયાદને આધારે પીપલોદ પોલીસ દ્વારા ટેન્કરના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.