એસપી સ્વામીને તડીપાર કરવાના હુકમ પર હાઈકોર્ટે આપ્યો સ્ટે, આવતીકાલે ગઢડામાં ભવ્ય સ્વાગતનું આયોજન

ગઢડા સ્વામિનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને કલેક્ટર દ્વારા બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડિપાર કરવામાં આવ્યા હતા. ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

મેજિસ્ટ્રેટના હુકમ વિરુદ્ધ સ્વામી દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. હાઈકોર્ટ દ્વારા હુકમ વિરુદ્ધ સ્ટે આપવામાં આવ્યો છે.  હાઈકોર્ટે  DYSP, ના.કલેક્ટર, ગઢડા PSIને હાજર રહેવા હુકમ કર્યો છે.  આ સાથે જ તડીપાર કરવા માટેના શુ કારણ તે જણાવવા પણ આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એસપી સ્વામી વિરૂદ્ધ 2007ના જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આજે રોજ SP સ્વામીને લઇ મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. SP સ્વામી અને ઘનશ્યામ વલ્લભસ્વામીના તડીપારના ઓર્ડરને હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ગઢડા તંત્ર દ્વારા SP સ્વામી અને ઘનશ્યામવલ્લભ સ્વામીને તડીપાર કરવામાં આવ્યા હતા. 7 જિલ્લામાં તડિપારનો જ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્ટે આપી અને તંત્રને નોટિસ ફટકારી છે.

ગોપીનાથજી મંદિરના સંતોને તડીપાર કરતા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંતોને કરાયેલો તડીપારનો હુકમ રદ કરવાની મામલતદારને રજૂઆત કરી હતી તથા જો તડીપારનો હુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામીને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *