ગુજરાતના આ શહેરમાં આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન- કરી શકે છે મોટી જાહેરાતો

બ્રિટિશ(British) વડા પ્રધાન બોરિસ જોનસન(Boris Johnson) ભારતના વડા પ્રધાનના આમંત્રણ પર 21 એપ્રિલે ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન તરીકે બોરિસ જોનસનની આ પ્રથમ ભારત મુલાકાત છે.…

બ્રિટિશ(British) વડા પ્રધાન બોરિસ જોનસન(Boris Johnson) ભારતના વડા પ્રધાનના આમંત્રણ પર 21 એપ્રિલે ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન તરીકે બોરિસ જોનસનની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. આવામાં તેઓ અમદાવાદ(Ahmedabad)માં ગાંધી આશ્રમ(Gandhi Ashram)ની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. અહીં બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારી સંબંધો પર ઘણા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. આ પછી, બ્રિટનના વડા પ્રધાન બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળશે.

બ્રિટિશ વડાપ્રધાનની આ મુલાકાતને યુકેની નવી ઈન્ડો-પેસિફિક પોલિસી સાથે પણ જોડવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય-બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. તેથી, ડાયસ્પોરા કનેક્ટ તરીકે પણ તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વ્યાપારના મુદ્દા પર થશે મહત્વની વાતાઘાટો:
અગાઉ મે 2021માં બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી અને 2030ના રોડમેપ પર ચર્ચા થઈ હતી. આ રોડમેપ આરોગ્ય, આબોહવા, વેપાર, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે-ભારત સંબંધો માટે એક માળખું પૂરું પાડે છે. બેઠક દરમિયાન બંને દેશો સંબંધોની સ્થિતિને ‘કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી વધારવા માટે પણ સંમત થયા હતા. વેપાર સમજૂતીની ચર્ચા વચ્ચે, આ વર્ચ્યુઅલ મીટિંગના મુખ્ય પરિણામોમાં, 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને બમણા કરવા પર સહમતિ બની હતી. હાલમાં યુકે અને ભારત વચ્ચેનો વેપાર પ્રતિ વર્ષ આશરે £23 બિલિયનનો છે.

આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીના આમંત્રણ પર યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતના ભાગરૂપે 21-22 એપ્રિલ 2022ના રોજ ભારત આવશે. તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે અને 22 એપ્રિલે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *