ઉમરગામ પોલીસ સ્ટેશનના LRD જવાનનું અકસ્માતમાં કરુણ મોત, ગયા મહીને જ થયા હતા લગ્ન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યના વલસાડ(Valsad) જિલ્લાના ઉમરગામ(Umargam) પોલીસ સ્ટેશનના બે LRD જવાન 11 માર્ચના રોજ બાઈક ઉપર જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન આલીપોર બ્રિજ પાસે બાઈક સ્લીપ(Bike Sleep) થઇ જવાને કારણે બંને જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકી એક LRD જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર ઘટના અંગેની જાણ વલસાડ જિલ્લાના પોલીસ જવાનો અને LRD તેમજ GRDના જવાનોને થવાને કારણે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જવાનના લગ્ન ગત ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતા.

મળતી માહિતી અનુસાર, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા નિલેશ ડાભી અને વાપી DySP કચેરીમાં ફરજ બજાવી રહેલા LRD નંદલાલ સાથે નિલેશની બાઈક ઉપર વાંસદામાં પોતાની ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન આલીપોર બ્રિજ નજીક નિલેશ ડાભીની બાઈક અચાનક સ્લીપ થઇ જવાને કારણે બાઈક પર સવાર નિલેશ અને નંદલાલ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નિલેશને થયેલી ગંભીર ઇજાઓને કારણે તેમને સુરત મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 માર્ચની રાત્રે નિલેશ ડાભીનું અંતે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ જવાનોને થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

જણાવી દઈએ કે, નિલેશ ડાભીના લગ્ન ગત ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતા અને LRD તરીકે નવી ભરતીમાં નિમણુક પામ્યો હતો. મળતી માહિતી અનુસાર, 10મી માર્ચના રોજ બોટાદ રહેતા પરિવારના લોકોને ઉમરગામ પોતાની સાથે રહેવા માટે લાવ્યો હતો. 11 માર્ચના રોજ બંદોબસ્તમાં ફરજ બજાવવા જતા સારવાર દરમિયાન મોત થવાને કારણે ઉમરગામ પોલીસ મથક સહિત જિલ્લાના પોલીસ જવાનો અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *