ગમે ત્યાં મુસાફરી કરવા માટે તમારે વાહનની જરૂર હોય છે, પરંતુ તેલંગાણામાં એક વ્યક્તિને પોતાની મુસાફરી માટે વાહન મળતું ન હતું, એટલે તેણે સરકારી બસની ચોરી કરી હતી. હકીકતમાં, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક વ્યક્તિ બસ સ્ટેન્ડ પર કામ કરતો હતો અને અચાનક તેને ક્યાંક જવું પડ્યું. તેને જવા માટે ઇચ્છતા સ્થળ માટે તેને કોઈ બસ અથવા અન્ય વાહન મળી રહ્યું ન હતું. આ પછી, તે વ્યક્તિએ શું કર્યું તે જાણીને, તમે આશ્ચર્ય પામશો.
તે વ્યક્તિ તે સમયે ડેપો પર પાર્ક કરેલી તેલંગાણા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સરકારી બસ લઇને નીકળી ગયો. બસ ચોરી કરનાર વ્યક્તિ તેના ગંતવ્ય પર પહોંચતાંની સાથે જ તે તેને ત્યાં મૂકીને નાસી છૂટ્યો. બસ ઘણા સમય સુધી ત્યાને ત્યાજ પડી રહી, બીજી તરફ સરકારી બસ ગાયબ થઈ જતા ટ્રાન્સપોર્ટ વિભાગમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અધિકારીઓએ તાત્કાલિક બસની શોધ શરૂ કરી હતી. બસ બાદમાં વિકરાબાદ જિલ્લામાંથી મળી હતી.
સરકારી પરિવહન બસની ચોરીના આ અજીબોગરીબ કેસ અંગે પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં, આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.