મમતા બેનર્જી ઘાયલ થવા પાછળની ક્રોનોલોજી સમજો અહિયાં- એકસીડન્ટ કે હુમલો?

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કથિત હુમલો કર્યા પછી હુમલો કરનાર કોંગ્રેસ છે તેવું જાણવા મળ્યું છે. ગુરુવારે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો હતો અને આ હુમલાનો ઘટનાક્રમ સમજાવ્યો હતો. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, મમતા બેનર્જી પર હુમલો એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યો છે. જે આખી ક્રોનોલોજી બહાર આવી છે તેના પરથી સાબિત થાય છે.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, 8 માર્ચે ભાજપના બંગાળ અધ્યક્ષે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે મમતા બેનર્જીને ઇજાગ્રસ્ત બતાવ્યાં હતાં. ત્યારબાદ 9 માર્ચે ચૂંટણી પંચે બંગાળના ડીજીપી બદલ્યા હતા. ડેરેકે વધુમાં કહ્યું કે, 10 માર્ચે ભાજપના સાંસદે કંઈક એવું પોસ્ટ કર્યું હતું કે તમે સમજી શકશો કે સાંજે શું થવાનું છે. અને ત્યારબાદ બુધવારે સાંજે છ વાગ્યે નંદીગ્રામમાં મમતા બેનર્જી સાથે અકસ્માત થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને આક્ષેપ કર્યો છે કે, મમતા બેનર્જી પર હુમલો થયો તેની થોડીક મીનીટો પછી જ ખોટી નિવેદનો કરવામાં આવ્યા હતાં. ડોકટરો પાસે જઈને તમે મમતાની સ્થિતિ જાણી શકો છો.

હાલ મમતા બેનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની સારવાર કરી રહેલા ડોક્ટોરએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજો છે અને ગંભીર ઈજા પહોચી છે. તેમને છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે.

જાણવા મળ્યું છે કે, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મમતાના કાંડા અને ગરદન ઉપર પણ ઈજા થઈ છે. SSKM હૉસ્પિટલના ડૉક્ટર એમ.બધોપાધ્ય દ્વારા જાણવા મળ્યું કે, મુખ્યમંત્રીને આગામી 48 કલાક સુધો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું કે, MRI કર્યા બાદ મુખ્યમંત્રીને ફરી વિશેષ વોર્ડમાં લાવવામાં આવી શકે છે. ડૉક્ટરે કહ્યું કે, તેમને રજા આપતાં પહેલા અમારે તેમની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મમતા બેનર્જીના ઉપચાર માટે પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે.

ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચને જાણ કરી દીધી છે કે મમતા બેનર્જી પરના હુમલા અંગે તેમને પહેલેથી જ શંકા હતી, તો પછી તેની સુરક્ષામાં કેમ ક્ષતિ હતી. આવા હુમલાથી ચૂંટણી પંચનો જ વિશ્વાસ નબળો પડે છે. તમને જણાવી દઈએ કે, ડેરેક ઓ બ્રાયનની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન ટીએમસીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પરના કથિત હુમલાની તપાસની માંગ કરી હતી. એક તરફ, ટીએમસી દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો પછી ભાજપ આ સમગ્ર વિકાસને નાટક ગણાવી રહ્યો છે. ભાજપે પણ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *