BIG NEWS: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવતી કાલે આવશે ગુજરાત પ્રવાસે- કરશે આ મોટું કામ

ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation)માં ભાજપે ભવ્ય અને પ્રચંડ જીત હાંસલ કરી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી(BJP)ની ભવ્ય જીત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) ગુજરાતના પ્રવાસે આવી શકે છે. જેમા તેઓ હવે આગળની રણનિતી ઘડશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે આ પ્રકારની માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે.

આવતીકાલે સાંજે આવશે ગુજરાત:
આવતીકાલે સાંજના સમયે અમીત શાહ ગુજરાત રાજ્યમાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. સાથે જ એવી માહિતી પણ સામે મળી રહી છે કે ગૃહમંત્રી અમિતશાહ 8 ઓક્ટોબરના રોજ કલોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સાથેજ તેઓ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પણ અલગથી રણનીતી ઘડી શકે તેવી પણ પુરેપુરી સંભાવનાઓ છે.

વિકાસના કામોને લઈને અમિતશાહ આપી શકે છે હાજરી:
ગૃહમંત્રી અમિતશાહ પાનસર ગામના ગામોમાં જઈને વિકાસના કામોમાં હાજરી આપી શકે તેવી પણ શક્યતાઓ છે. તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. સાથે જ તેઓ માણસા ખાતે તેમના કુળદેવીના પણ દર્શન કરવા માટે જઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિતશાહ દર બીજા નોરતે માણસા ખાતે તેમની કુળદેવીના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે આવતી કાલે અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.

આગામી ચુંટણીને લઈને કરી શકે છે આ કામ:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં આવી રહેલી 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે. જેમા ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ ઘણી સક્રિય થઇ રહી છે. ત્યારે ગૃહમંત્રી અમિતશાહના ગુજરાતના પ્રવાસમાં ભારતીય જાણતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને અલગથી રણનીતી ઘડવામાં આવશે તેવી પણ પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે જ આ પ્રવાસ દરમિયાન પાર્ટીને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *