સામાન્ય રીતે તમે કોઈ બિઝનેસ, દુકાન, શો રૂમના ઉદ્ઘાટનમાં આઈસ્ક્રીમ, પેંડા વગેરે તો જોયું જ હશે પરંતુ સુરતમાં એક નવી રાહ બતાવતો ઉદ્ઘાટન પ્રસંગ સામે આવ્યો છે જેમાં ઉદ્ઘાટનમાં પેંડા આઇસક્રીમને બદલે શુભેચ્છા આપવા આવનાર મહેમાનોને એક એક છોડ ભેટ કરવામાં આવ્યો અને તેમને આ છોડ પોતાના ઘર નજીક રોપવામાં આવે અને તેનો ખ્યાલ રાખવામાં આવે તેવું વચન પણ લેવામાં આવ્યું. શું છે સમગ્ર ઘટના જાણો…
સુરતના સીમાડા ખાતે જયભાઈ હિરપરા અને ઉમંગભાઈ ગોહિલ દ્વારા તેમના નૂતન સોપાન “યુનિક કાર ડિટેલિંગ” નો શુભારંભ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરેથી પધારેલ પૂ.સંતોના શુભ હસ્તે સંપન્ન થયો. તેમજ આ પ્રસંગે સુરત શહેરના અનેક વરિષ્ઠ મહાનુભાવો હાજર રહયા હતા અને નૂતન સાહસની સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં વરાછા બેંક ના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી,પીયૂષભાઈ ધાનાણી, ચાઇલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન ના મેમ્બર, ઉપરાંત 200 કરતા વધુ લોકો એ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો હતો. સાથે સાથે સુરત શહેરના મેયર શ્રી જગદીશ પટેલ એ પણ શુભેરછા પાઠવી હતી.
આ ઉદ્ધાટનની વિશેષતા એ હતી કે સંચાલકો દ્વારા “સ્વરછ સુરત, સ્વસ્થ સુરત” અભિયાનથી પ્રેરાઈને આ નવા કાર્યની શરૂઆત પણ કઈક વિશિષ્ટ રીતે થાય અને એમ વિચારી આ ઉદ્ઘાટનના દિવસે આવનાર તમામ મહેમાન અને શુભેચ્છકોને વૃક્ષોના રોપના વિતરણ દવારા કાયમ માટે સ્મૃતિ રહે અને સૌ કોઈ વૃક્ષોનું મહત્વ સમજે તે હેતુથી આવનાર સૌ કોઈને વૃક્ષોના રોપા ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. અને તેમના જતન અને સંવર્ધન અંગે સંકલ્પ બદ્ધ થયા. આજે યુવાનો દવારા આ વિશિષ્ટ કાર્યની નોંધ લઈ ખાસ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આમ આ ઉદ્ધાટન સૌ કોઈ માટે પ્રેરણા રૂપ બની રહેશે.
અનેક લોકો વૃક્ષોની જતન અને સંવર્ધનના સંકલ્પ લઈ કટીબદ્ધ થયા.આ ઉમદા વિચાર અને પ્રયત્ન બદલ UCDના માલિક જય હીરપરા અને ઉમંગ ગોહિલને ખૂબ ખૂબ અભિનંદન અને નૂતન સોપાનની સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છા……..