હાર્દિક- કિંજલના લગ્નના આ ફોટો તમે જોયા કે નહીં? જાણો સબંધીઓ સિવાય કોણ રહ્યું હાજર…

Published on Trishul News at 9:37 AM, Mon, 28 January 2019

Last modified on January 28th, 2019 at 9:37 AM

ગઈકાલે પાસ નેતા હાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો પરોઢીયે જ દિગસર ગામ પહોંચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, હાર્દિક પટેલના લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતાં. જેમાં નજીકના પરિવારજનોને અને હાર્દિક સાથે ધંધાકીય સબંધ ધરાવતા મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

હાર્દિક પટેલના પૈતૃક ગામ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના તેના કુળદેવી મંદિરમાં દિગસર ખાતે રવિવારે સંપૂર્ણ સાદગીથી સંપન્ન થયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ વરકન્યા ઘરે આવે પછી જે રૂપિયો રમાડવાની વિધિ થાય છે તે વિધિમાં જે જીતે તેનું દામ્પત્ય જીવનમાં ચાલે તેવી લોકવાયકા છે. આ પ્રમાણે જોઈએ તો લગ્ન સંપન્ન થઈ ગયા બાદ વિરમગામના હાર્દિકના નિવાસસ્થાને રમાયેલી ઓડિયે-કોડિયેની વિધિમાં કિંજલ સામે હાર્દિક પટેલનો પરાજય થયો હતો.

હાર્દિક પટેલના લગ્નના દ્રશ્યો ની તસવીરો

 

 

 

 

 

 

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "હાર્દિક- કિંજલના લગ્નના આ ફોટો તમે જોયા કે નહીં? જાણો સબંધીઓ સિવાય કોણ રહ્યું હાજર…"

Leave a comment

Your email address will not be published.


*