Pramukhswami Smriti Mandir School: સુરત(Surat) શહેરમાં અનોખી અને અદ્ભુત શાળા શરૂ કરવામાં આવી છે. વર્ગખંડમાં હોય તે પ્રકારની તમામ આધુનિક સુવિધાઓ સાથેની હરતી-ફરતી શાળામાં શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ (Vidyakunj-Vidyadeep Group) દ્વારા પ્રમુખ સ્વામી (Pramukh Swami Maharaj) સ્મૃતિ વિદ્યામંદિર હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા ન જઈ શકતા તેમણે આ પ્રકારની શાળા બનાવી ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો વિચાર કર્યો હતો. જણાવી દઈએ કે, આ બસ 8 લાખ કરતા વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
વાત કરવામાં આવે તો સુરતના ગરીબ અને ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકોને શિક્ષણ મળી રહે તે ઉદેશ્યથી આ અનોખી હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. આ અનોખી અને અદ્ભુત શાળાનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યામંદિર બસમાં સ્કૂલના ક્લાસરૂમ જેવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બસની અંદર સીટો નહિ પરંતુ, રંગબેરંગી બેન્ચ મૂકવામાં આવી છે. ક્લાસરૂમની જેમ બોર્ડ લગાવવામાં આવ્યું છે. બાળકોને મનોરંજન આપવા અને મનોરંજન સાથે જ્ઞાન આપવા ટીવી પણ રાખવામાં આવ્યું છે. આ સાથે બાળકો માટે જુદા-જુદા રમતના સાધનો પણ આ બસની અંદર મૂકવામાં આવ્યા છે.
હરતી-ફરતી અનોખી શાળા શરૂ કરનાર મહેશભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, આ વખતે પ્રમુખસ્વામીની અમદાવાદ ખાતે ઉજવવામાં આવેલ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હું સેવામાં જઈ શક્યો ન હતો. જેનું મને અંદરથી ખૂબ જ દુઃખ હતું. જેથી મારા દ્વારા એક મહિનો 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી મેં ગરીબ અને ફૂટપાથ પર રહેતા લોકોની વચ્ચે રહી સેવા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિનો તેઓની વચ્ચે ઉઘાડા પગે ફર્યો હતો અને તમામને પગરખાનું દાન કર્યું હતું. રોજ જુદા-જુદા ગરીબ પરિવારને રાશન કીટોનું દાન કરવામાં આવ્યું હતું અને સાંજે તેમની સાથે ભોજન પણ કર્યું હતું. ત્યારે આ સમય દરમિયાન લાગ્યું કે, ગરીબ અને વિચરતી જાતિનો એક વર્ગ કે, જે એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી, તેમના બાળકોની શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. જેથી મેં હરતી-ફરતી સ્કૂલ બસ શરૂ કરવાનો વિચાર કર્યો અને આ નિર્ણયને તાત્કાલિક પણે તેને અમલી કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.