મધ્યપ્રદેશના ધાર જિલ્લા માં એક એવા અનોખા લગ્ન જોવા મળ્યા છે, જ્યારે દુલ્હને ડોક્ટર દુલ્હાને લાકડીની મદદથી વરમાળા પહેરાવી. દુલ્હા એ પણ છોકરીને લાકડીથી વરમાળા પહેરાવી.
lockdown ના કારણે ધૂમધામથી થનાર લગ્ન હવે સીમિત લોકો વચ્ચે જ સંપન્ન થઇ રહ્યા છે, જેમાં સામાજિક અંતરનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું આવા જ એક અનોખા લગ્ન શનિવારે ધાર વિધાનસભાના ગામ ટેકીમાં થયા. આનો વિડીયો લગ્નના દિવસે સાંજે ઝડપથી વાયરલ થઈ ગયો.
તેમજ વરમાળા દરમિયાન દુલ્હન ભારતી એ દુલ્હા રાજેશને લાકડીની મદદથી વરમાળા પહેરાવી તો રાજેશે છે પણ પોતાની પત્ની ભારતીને લાકડીથી વરમાળા પહેરાવી. દુલ્હા તેમજ દુલ્હનને વરમાળા પહેરાવવા માટે લાકડીનો ઉપયોગ કર્યો.
ગામના હનુમાન મંદિરમાં વેટરનરી ડોક્ટર રાજેશ નિગમ સાથે અગ્નિને સાક્ષી માનતા સાત ફેરા લીધા અને લોકો વચ્ચે સામાજિક અંતર રાખતા લગ્ન કર્યા.
દુલ્હન આરતીના પિતા જગદીશે જણાવ્યું કે લગ્ન પહેલા અમે મંદિરને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કર્યું અને ત્યારબાદ જ લગ્ન સંપન્ન કરાવ્યા.તેમજ લગ્નમાં lockdown અને સામાજિક અંતરના નિયમ નું સંપૂર્ણ રૂપથી પાલન કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news