અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં અંદાજે કુલ 400 લોકો સાલ્મોનેલા નામનાં ઝેરના શિકાર બન્યા છે. તે જ સમયે, કેનેડામાં પણ ઘણાં આવા જ કેસ નોંધાયા છે. CNN નાં અહેવાલ મુજબ અંદાજે કુલ 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે, કે આ લોકો કંપની દ્વારા આપવામાં આવતી ડુંગળીને ખાવાથી બીમાર પડ્યા હતા.
રિપોર્ટ મુજબ અમેરિકાનાં કુલ 31 રાજ્યનાં લોકો સાલ્મોનેલા નામનાં ઝેરનો શિકાર બન્યા છે. થોમ્સન ઇન્ટરનેશનલ નામની કંપનીનાં ડુંગળીનો પુરવઠો આની માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંબંધિત કંપનીએ કહ્યું છે, કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે, કે લાલ ડુંગળીને લીધે લોકોને ચેપ લાગ્યો હતો, પણ કંપની એ તમામ દુકાનોમાંથી ડુંગળી પાછી પણ મંગાવી રહી છે.
સાલ્મોનેલ્લાનાં ચેપથી પીડાતા લોકોને સામાન્ય રીતે ઝાડા, તાવ, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ રહી છે. આ લક્ષણો ચેપગ્રસ્ત થયાના કુલ 6 કલાકથી 6 દિવસ પછી પણ થઈ શકે છે. લોકો સામાન્ય રીતે કુલ 4-7 દિવસ જ બીમાર રહે છે. માત્ર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ કુલ 65 વર્ષથી ઉપરના વડીલો પ્રમાણમાં વધુ બીમાર છે.
કેટલીક ઘટનાઓમાં આંતરડા બાદ સાલ્મોનેલ્લા એ ચેપ શરીરના બીજાં ભાગોમાં પણ ફેલાય છે, જેના લીધે હોસ્પિટલમાં દાખલ થવું પણ જરૂરી જ છે.
આ વખતે US માં સાલ્મોનેલ્લા બેક્ટેરિયાના ચેપના પ્રારંભિક કેસો 19 જૂન થી 11 જુલાઇ સુધી જ આવ્યા હતા. અમેરિકાનાં ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’નું માનવું છે, કે એજન્સી એ શોધવા માટે પ્રયત્ન કરી રહી છે, કે ડુંગળી સિવાયનાં કોઈપણ અન્ય ઉત્પાદન દ્વારા પણ આ ચેપ ફેલાયો છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP