ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)માં હાલ બીકોમ(b.com) સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે b.com સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં અવી છે. વિદ્યાર્થીઓને અધુરી પરીક્ષાએ ઉભાકરી દેવામાં આવ્યા છે.
એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું કે, એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં ન હતા. આવું પહેલી વખત નથી બન્યું. ગુજરાતમાં વારંવાર પેપર ફૂટી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતાં શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી.
મળતી માહિતી અનુસાર, વાડિયા વિમેન્સ કોલેજમાં પેપરનું કવર સિલ તૂટેલી હાલતમાં મળ્યું આવ્યું છે. ત્યાર બાદ બીજી કોલેજમાં પરીક્ષાર્થીઓ પાસેથી પેપર પાછા લઈને પરીક્ષા કેન્સલ કરાઈ છે. વિદ્યાર્થીઓને અધુરી પરીક્ષાએ ઉભાકરી દેવામાં આવ્યા છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં અવી છે.
પેપર ખુલ્લા હતા: કુલપતિ
ફરી એક વખત પેપર ફૂટવા અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સ્વીકાર્યું છે. કિશોરસિંહ ચાવડાએ કહ્યું, અમારી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કલાક પહેલાં જ પેપર ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ હકીકતમાં એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. તેમણે વધુમાં કહ્યું, રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે. જેથી એક્ઝામ સુપ્રીન્ટેડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.